Home /News /national-international /બિહાર: પોતાના જ વિભાગના અધિકારીઓને ચોર કહેનારા મંત્રીએ આપ્યું રાજીનામું, રાજકારણમાં ખળભળાટ મચ્યો

બિહાર: પોતાના જ વિભાગના અધિકારીઓને ચોર કહેનારા મંત્રીએ આપ્યું રાજીનામું, રાજકારણમાં ખળભળાટ મચ્યો

બિહારના કૃષિ મંત્રી સુધાકર સિંહનું રાજીનામું

Bihar Minister Sudhakar Singh Resignation: સુધાકર સિંહે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સુધાકર સિંહ બિહારમાં નવી સરકારના ગઠન બાદથી પોતાની સરકાર વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા.

    પટના: બિહારમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં બિહાર સરકારના કૃષિ મંત્રી અને રાજદ ધારાસભ્ય સુધાકર સિંહે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક દિવસથી બિહારની રાજનીતિમાં પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારા સુધાકર સિંહે પોતાનું રાજીનામું બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને સોંપી દીધું છે.

    અહીં ઉલ્લેખનિય છે કે, કૃષિ મંત્રી સુધાકર સિંહ બિહાર રાજદના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહના પુત્ર છે. તે નીતિશ કુમારના નેતૃત્વમાં બનેલી સરકારમાં કૃષિ મંત્રી હતા. સુધાકર સિંહના મંત્રી પદેથી રાજીનામું આપવાની પુષ્ટિ તેમના પતિા અને રાજદ પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે કરી છે.

    આ પણ વાંચો: બિહાર અને બંગાળના અમુક જિલ્લાને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાનો પ્લાન? અમિત શાહે સ્થિતિ સ્પષ્ટ કરી

    આપને જણાવી દઈએ કે, સુધાકર સિંહ મહાગઠબંધનની સરકારમાં આરજેડી કોટામાંથી મંત્રી બન્યા હતા. સુધાકર સિંહે ભ્રષ્ટાચારને લઈને પોતાની જ સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો હતો. સુધાકર સિંહે ખુલ્લા મંચ પરથી બિહાર સરકારના કૃષિ અધિકારીઓને ચોર અને ખુદને પોતાનો સરદાર ગણાવ્યો હતો. તેમના આ નિવેદનને લઈને ખૂબ હોબાળો થયો હતો.


    કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા આ વાતને લઈને તેમને ટોકવામાં આવ્યા હતા. તેના પર સુધાકર સિંહ કેબિનેટની બેઠકમાંથી ઉઠીને ચાલ્યા ગયા હતા. સુધાકાર સિંહે નીતિશ સરકારના કૃષિ રોડમેપમાં પણ વાંધો ઉઠાવ્યો હતો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: આરજેડી`, બિહાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन