Home /News /national-international /VIDEO: સફેદ બટાટા ભૂલી જાવ; કાળા બટાટા બાદ હવે ગુલાબી બટાટાની ખેતી કરી રહ્યા છે ખેડૂત
VIDEO: સફેદ બટાટા ભૂલી જાવ; કાળા બટાટા બાદ હવે ગુલાબી બટાટાની ખેતી કરી રહ્યા છે ખેડૂત
pink potato
તેમાં પોશક તત્વોનો પણ ભંડાર હોય છે, જે બાળકોથી લઈને વૃદ્ધના શરીરને પોષણ આપવાનું કામક રે છે. વધતી વસ્તીને કુપોષણ તથા ભૂખમરાથી બચાવવા માટે આ એક શાકભાજી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એટલા માટે કૃષિ વૈજ્ઞાનિકો તેના પર અલગ અલગ પ્રયોગો કરતા રહે છે અને નવી પ્રજાતિ વિકસિત કરવાનો પ્રયાસ કરતા રહે છે.
લખીસરાય: બિહારમાં હવે ખેડૂતો કાળા બટાટા બાદ ગુલાબી બટાટાની ખેતી કરી શકશે. આપને જણાવી દઈએ કે, બટાટા એક એવી શાકભાજી છે, જે મોટા ભાગે દરેક ઘરની રસોઈમાં આપને જોવા મળશે. એટલા માટે તેનું ઉત્પાદન પણ ખેડૂતો મોટા પાયે કરે છે. તેની સાથે સાથે તેના ઉત્પાદન અને ભંડારણ ક્ષમતા પણ અન્ય શાકભાજી કરતા વધારે હોય છે.
તેમાં પોશક તત્વોનો પણ ભંડાર હોય છે, જે બાળકોથી લઈને વૃદ્ધના શરીરને પોષણ આપવાનું કામક રે છે. વધતી વસ્તીને કુપોષણ તથા ભૂખમરાથી બચાવવા માટે આ એક શાકભાજી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એટલા માટે કૃષિ વૈજ્ઞાનિકો તેના પર અલગ અલગ પ્રયોગો કરતા રહે છે અને નવી પ્રજાતિ વિકસિત કરવાનો પ્રયાસ કરતા રહે છે.
કૃષિ વૈજ્ઞાનિકોએ નવા બટાટાની પ્રજાતિને વિકસિત કરી
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ એક નવી પ્રજાતિના બટાટા વિકસિત કર્યા છે. આ પ્રજાતિને યુસીમાપ અને મોટા બટાટા 72 નામ આપવામા આવ્યું છે. જેને લખીસરાય જિલ્લાના હલસી વિસ્તારમાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સફળ ઉત્પાદન કરવામાં આવ્યું છે. ઉત્પાદનમાં આશા અનુરુપ સફળતા મળ્યા બાદ વૈજ્ઞાનિકોમાં ખુશીની લહેર ફેલાઈ છે. ટૂંક સમયમાં આ વેરાયટીના બટાટા ખેડૂતો પાસે પહોંચી જશે. જેનું ઉત્પાદન કરીને ખેડૂતો સારી એવી કમાણી કરી શકશે. વૈજ્ઞાનિકો જણાવે છે કે, આ બટાટા સામાન્ય બટાટા કરતા વધારે પૌષ્ટિક છે. તો વળી સામાન્ય બટાટાની કરતા વધારે કાર્બોહાઈડ્રેટ અને સ્ટ્રાચ હોય છે, જે લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. " isDesktop="true" id="1356763" >
તેની ભંડાર ક્ષમતા વધારે
સામાન્ય બટાટાની સરખામણીમાં પિંક બટાટાની સેલ્ફ લાઈફ વધારે હોય છે. એટલા માટે કેટલાય મહિના સુધી સરળતાથી તેને સ્ટોર કરી શકાય છે. મોટા ભાગે ગરમીના સીઝનમાં બટાટા સડી જવાની સમસ્યા વધારે રહેતી હોય છે. પણ બટાટાની આ જાત વધારે સડતી નથી. એટલા માટે કેટલાય મહિના સુધી તેને સરળતાથી સંઘરી શકાય છે.
મહેનત ઓછી અને કમાણી સારી એવી
મેદાની વિસ્તારની સાથે સાથે પહાડી વિસ્તારોમાં ખેડૂતો મોટા પાયે પિંક બટાટાની ખેતી કરે છે. સામાન્ય બટાટાની મોટા ભાગે 90થી 105 દિવસમાં તૈયાર થાય છે. જે બાદ તેનું આશાનુરુપ ઉત્પાદન થાય છે. તો વળી ગુલાબી બટાટા ફક્ત 80 દિવસમાં તૈયાર થઈ જાય છે. જે બાદ તેનું ઉત્પાદન લગભગ 400 ક્વિંટલ પ્રતિ હેક્ટર થાય છે. પણ બટાટાની ખેતીમાં ખેડૂતોને કેટલીય સમસ્યાનો સામનો કરવો પડે છે. બટાટાના પાકમાં કેટલાય એવા રોગ પણ લાગે છે, જેનાથી ખેતીનો પાક બરબાદ થવાનો ડર રહે છે. જેનાથી ખેડૂતોને મોટુ નુકસાન થઈ શકે છે.
કૃષિ વૈજ્ઞાનિકોનું માનીએ તો, પિંક પોટેટોમાં પ્રતિરોધક ક્ષમતા વધારે છે. એટલા માટે તેમા લાગતા રોગ , પોટેટો લીફ રોલ રોગ વગેરે રોગ નથી લાગતા. તો વળી જીવાણુરહિત હોવાના કારણે તેમાં જીવાણુ દ્વારા ઉભા થતાં રોગ પણ નથી થતાં. વૈજ્ઞાનિકો જણાવે છે કે, તેનો રંગ ગુલાબી છે, જે ખૂબ જ ચમકીલા હોય છે. પૌષ્ટિક હોવાની સાથે સાથે તે ખૂબ જ આકર્ષક પણ હોય છે. જેનાથી લોકો તેના તરફ આકર્ષાય છે. સામાન્ય બટાટા કરતા તેના ભાવ વધારે હોય છે. જેનાથી ખેડૂતોને સારો એવો નફો પણ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર