Home /News /national-international /Bihar corona vaccine: 11 વખત કોરોના વેક્સીન લેનાર વૃદ્ધ સામે FIR, ટૂંક સમયમાં ધરપકડ થશે

Bihar corona vaccine: 11 વખત કોરોના વેક્સીન લેનાર વૃદ્ધ સામે FIR, ટૂંક સમયમાં ધરપકડ થશે

બ્રહ્મ દેવ મંડળ (Image credit- Twitter)

Old man took 11 jabs of covid vaccine to get arrested: બિહાર (Bihar)ના બ્રહ્મ દેવ મંડળ વિરુદ્ધ IPCની કલમ 188,419 420 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે જે બિનજામીનપાત્ર કલમો કહેવાય છે. જોકે, પોતાની ઉંમરનો ઉલ્લેખ કરીને બ્રહ્મ દેવ મંડળને ધરપકડ બાદ જમાનત મળી શકે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી. થોડા દિવસો પહેલા ખોટી રીતે 11 વખત કોરોના વાયરસની વેક્સિન (coronavirus vaccine) લીધા બાદ ચર્ચામાં આવેલા બિહાર (Bihar)ના 84 વર્ષીય વૃદ્ધની ટૂંક સમયમાં ધરપકડ (84 year old man took 11 jabs of covid vaccine to be arrested) થવાની છે. બિહારના મધેપુરા (Madhepura) જિલ્લાના નિવાસી બ્રહ્મ દેવ મંડળ (Brahma Dev Mandal) પર મધેપુરાના પુરેની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધાઈ છે. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડૉ વિનય કૃષ્ણ પ્રસાદે કરેલી આ ફરિયાદ બાદ બ્રહ્મ દેવ મંડળ સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને હવે તેમની ધરપકડ માટેની કાર્યવાહી ચાલી રહી છે.

આ કલમો હેઠળ કેસ નોંધાયો

જાણકારી મુજબ બ્રહ્મ દેવ મંડળ વિરુદ્ધ IPCની કલમ 188,419 420 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે જે બિનજામીનપાત્ર કલમો કહેવાય છે. જોકે, પોતાની ઉંમરનો ઉલ્લેખ કરીને બ્રહ્મ દેવ મંડળને ધરપકડ બાદ જમાનત પણ મળી શકે છે.

જણાવી દઈએ કે બ્રહ્મ દેવ મંડળ અંગે આ વાતનો મોટો ખુલાસો થયો હતો કે જ્યારથી કોરોના વાયરસની વેક્સિન આવી છે, ત્યારથી તેમણે પોતાના આધાર કાર્ડ કે વોટર આઈકાર્ડનો ઉપયોગ કરીને અત્યારસુધીમાં 11 વખત વેક્સિન લઈ લીધી છે.



નોંધનીય બાબત એ છે કે તેમની પાસે વેક્સિન લગાવ્યાની પૂરી માહિતી છે. માહિતી મુજબ તેમણે પહેલો ડોઝ 13 ફેબ્રુઆરી 2021ના લીધો હતો. 30 ડિસેમ્બર 2021 સુધીમાં તેમણે રસીના કુલ 11 ડોઝ લીધા. તેમની પાસે દરેક વેક્સીનેશનની તારીખ અને સમય પણ નોંધેલા છે.

આ પણ વાંચો: હવે બહાર નીકળો તો N95 માસ્ક પહેરવું જરૂરી, સાદું કપડાંનું માસ્ક નહિ ચાલે: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

બ્રહ્મ દેવ મંડળે દાવો કર્યો હતો કે 11 વખત વેક્સિન લીધા બાદ તેમણે કેટલીક ગંભીર બીમારીઓથી છૂટકારો મેળવી લીધો છે. તેઓ થોડા દિવસો પહેલા જ ફરી વેક્સીન લેવા માટે ચૌસા પીએચસી ગયા હતા પણ ત્યાં વેક્સીનેશન બંધ થઈ ગયું હતું એટલે તેઓ 12મો ડોઝ લઈ શક્યા ન હતા.

રિપોર્ટ મુજબ, બ્રહ્મ દેવ મંડળ પોસ્ટ વિભાગના નિવૃત સરકારી કર્મચારી છે અને જે રીતે તેમણે છેલ્લા 1 વર્ષમાં 11 વખત કોરોના વાયરસની વેક્સીન લીધી છે એનાથી સ્વાસ્થ્ય વિભાગની બેદરકારી પણ સામે આવી છે.
First published:

Tags: Bihar News, Corona vaccine, Covid-19 Vaccination, National News in gujarati

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો