Home /News /national-international /બિહારઃ 160 ફીટ ઊંડા બોરવેલમાં પડી બાળકી, 28 કલાક બાદ બચાવાઇ

બિહારઃ 160 ફીટ ઊંડા બોરવેલમાં પડી બાળકી, 28 કલાક બાદ બચાવાઇ

બિહાર બોરવેલ ઘટના સ્થળની તસવીર

    બિહારના મુંગેરમાં ત્રમ વર્ષની બાળકી 160 ફૂટ ઊંડા બોરવેલમાં પડવાની ઘટના બની છે. બાળકીને 28 કલાકની જહેમત બાદ બચાવી લેવામાં આવી હતી. સના નામની બાળકી મંગળવારે મોડી સાંજે પોતાના ઘરે રમી રહી હતી. ત્યારે રમતા રમતા તે બોરવેલમાં ખાબકી હતી. સનાની માતાની રોવાની બૂમો સાંભળીને સ્થાનિક પડોશીઓએ સ્થાનિક તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ 28 કલાકથી એનડીઆરએફની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી બાળકીને બચાવી હતી.

    સુત્રોના જણાવ્યા પ્રમાણે રેસ્ક્યૂ ટીમ ખોદકામ કરીને બાળકી સુધી પહોંચી હતી,  મળતી માહિતી પ્રમાણે બાળકી 45 ફૂટની ઊંડાઇએ ફસાઇ હતી, બાળકી 28 કલાકથી વધારે સમયથી બોરવેલમાં ફસાયેલી હતી.


    રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સદર પોસ્પિટલના ડો. ફૈઝ બચ્ચીના સ્વાસ્થ્ય ઉપર નજર રાખી રહ્યા હતી. રેસ્ક્યૂ બાદ બાળકીને હોસ્પિટલ લઇ જવાઇ હતી. . સીસીટીવી થકી બાળકી ઉપર સતત નજર રાખવામાં આવી રહી હતી. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બાળકી સ્વસ્થ્ય છે.

    પ્રાપ્ત માહિતી પ્રમાણે રેસ્ક્યૂ માટે એલ આકારનો ખાડો ખોદવામાં આવ્યો હતો. એનડીઆરએફ ઇન્સ્પેક્ટર સંજીતે કહ્યું કે, 44 ફૂટ ખાડો ખોદાવામાં આવ્યો હતો.  રેસ્ક્યૂ ટીમને 50 મજૂરોની માંગણી કરી હતી. જેથી રેસ્ક્યૂ ઓપરેશન ઝડપથી થઇ શકે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: NDRF, બિહાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन