બિહાર: સીતામઢી રુન્નીસૈદપુરમાં બસ પલટી, 11ના મોત, 14 ઘાયલ

બિહાર: સીતામઢી રુન્નીસૈદપુરમાં બસ પલટી, 11ના મોત, 14 ઘાયલ
નાયબ મુખ્યપ્રધાન સુશિલકુમાર મોદીએ પણ અકસ્માતમાં મોતને ભેટનાર પર દુખ વ્યક્ત કર્યું...

નાયબ મુખ્યપ્રધાન સુશિલકુમાર મોદીએ પણ અકસ્માતમાં મોતને ભેટનાર પર દુખ વ્યક્ત કર્યું...

 • Share this:
  બિહારમાં સીતામઢી-મુજફ્ફર રૂટ પર રુન્નીસૈદપુરના ભસનપટ્ટીમાં આજે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 11ના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે 14 લોકો ઘાયલ થયા છે, જેમાં 3ની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળે છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની એસકેએમસીએચમાં લઈ જવામાં આવ્યા છે.

  મીડિયા રિપોર્ટ અનુસાર, સીતામઢી નજીક રુન્નીસૈદપુરના ભસનપુટ્ટી રોડ પરથી એક બસ જઈ રહી હતી, તે સમયે બસ ડ્રાઈવરે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા, બસ બ્રિજ પરની રેલીંગ તોડી સીધી નીચે જઈ પડી. જોકે, દુર્ઘટનાનું કારણ હજુ જામવા મળ્યું નથી. આ એક પ્રાઈવેટ બસ હતી. બસમાં લગભગ 50 જેટલા લોકો સવાર હતા.  મળતી માહિતી મુજબ, આ બસ મુજફ્ફરનગરથી ઔરાઈ જઈ રહી હતી તે સમયે સીતામઢી નજીક આ અકસ્માત સર્જાયો. નેશનલ હાઈવે-77 પર બસ જ્યારે બ્રિજ પર પહોંચી, અને બસનું સંતુલન બગડતા બસ બ્રિજની રેલિંગ તોડી 20-25 ફૂચ નીચે જઈ પડી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. અને ક્રેન દ્વારા બસને પહેલા તો સીધી કરવામાં આવી, બસ સીધી કર્યા બાદ મૃતકોની લાસ બહાર કાઢવામાં આવી, અને ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.

  આ અકસ્માત બાદ બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે દુખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, તમામ મૃતકોના પરિવારને સરકાર તરફથી સહાય કરવામાં આવશે, અને તમામ ઈજાગ્રસ્તોની તત્કાલીન સારવાર કરવામાં આવે તેવો આદેશ જાહેર કર્યો હતો.

  આ બાજુ નાયબ મુખ્યપ્રધાન સુશિલકુમાર મોદીએ પણ અકસ્માતમાં મોતને ભેટનાર પર દુખ વ્યક્ત કર્યું અને તત્કાલીન જીલ્લા તંત્રને ઈજાગ્રસ્તોને સારી સારવાર મળે તે માટેના આદેશ આપ્યા.
  Published by:News18 Gujarati
  First published:March 17, 2018, 21:38 IST

  ટૉપ ન્યૂઝ