શું મોદી-પવારની મુલાકાતમાં ફડણવીસને CM બનાવવાની સ્ક્રિપ્ટ લખાઈ!

બુધવારે એનસીપી પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. (ફાઇલ તસવીર)

અજિત પવારે અચાનક કેવી રીતે રીતે બદલી દીધી મહારાષ્ટ્રની રાજનીતિ?

 • Share this:
  નવી દિલ્હી : મહારાષ્ટ્રની રાજનીતિ (Maharashtra Politics)માં અત્યાર સુધીનો સૌથી ઉલટફેર થઈ ગયો છે. શુક્રવાર મોડી રાત સુધી શિવસેના-એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધનવાળી સરકાર રચવાની કવાયત ચાલી રહી હતી. શરદ પવાર (Sharad Pawar)એ મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)નું નામ લીધું હતું પરંતુ તેમના ભત્રીજા અજિત પવારે (Ajit Pawar) બાજી જ પલટી દીધી. એક ચોંકાવનારા ઘટનાક્રમમાં અચાનક ફડણવીસ (Devendra Fadanvis)એ મુખ્યમંત્રી અને અજિત પવારે નાયબ-મુખ્યમંત્રીના શપથ લીધા. શિવસેના-કૉંગ્રેસ-એનસીપી (Shiv Sena-Congress-NCP) ગઠબંધનની કવાયત અભરાઈએ ચઢી ગઈ. અંતે આવું થયું કેવી રીતે? શું અજિત પવારે શરદ પવાર સાથે બળવો કરી દીધો છે? કે પછી બુધવારે એનસીપી પ્રમુખ શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની વચ્ચેની અડધો કલાકની મુલાકાતમાં આજની સ્ક્રિપ્ટ લખવામાં આવી?

  શું મોદી-પવાર મુલાકાતમાં લખાઈ સ્ક્રિપ્ટ?

  મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈ ચાલી રહેલી કવાયતની વચ્ચે બુધવારે એનસીપી પ્રમુખ શરદ પવારે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં આ બેઠક વિશે ખૂબ ચર્ચા થઈ હતી. મોદી અને પવારની વચ્ચે લગભગ અડધો કલાક સુધી મુલાકાત કોઈ મુદ્દા વગરનો નહીં થઈ હોય. કેટલાક રાજકીય જાણકારોનું કહેવું છે કે આ બેઠકમાં મહરાષ્ટ્રના રાજકારણની સ્થિતિ પર ચર્ચા ચોક્કસ થઈ હશે. જોકે, બેઠક બાદ શરદ પવારે કહ્ય હતું કે, તેઓએ વડાપ્રધાનને ખેડૂતોની સમસ્યા વિશે જાણકારી આપી હતી.

  આ પણ વાંચો, મહારાષ્ટ્રમાં સૌથી મોટો રાજકીય ઉલટફેર : દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી, અજિત પવાર નાયબ-મુખ્યમંત્રી

  શુક્રવારે ત્રણેય પાર્ટીઓની બેઠક સહજ નહોતી!

  એનસીપી પ્રમુખ શરદ પવારે શુક્રવાર રાત્રે લગભગ 9 વાગ્યે કહ્યુ હતું કે, ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી હશે. પરંતુ સૂત્ર જણાવે છે કે, એનસીપી, કૉંગ્રેસ અને શિવસેના નેતાઓની વચ્ચે ગઠબંધન સરકાર રચવાને લઈ મળેલી બેઠક સહજ નહોતી. કારણ કે શિવસેના પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી પદ ઈચ્છતી હતી જ્યારે એનસીપી ઈચ્છતી હતી કે અઢી-અઢી વર્ષ મુખ્યમંત્રી બને. મુંબઈની રાજનીતિ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, આ વાત પર બંનેની વચ્ચે મતભેદ થયા હશે અને એનસીપી બીજેપીની સાથે ઊભી થઈ ગઈ. બીજી શક્યતા એ છે કે, અજિત પવાર પોતાના કેટલાક ધારાસભ્યોને લઈને બીજેપીની સાથે મળી ગયા છે.

  આ પણ વાંચો, મહારાષ્ટ્રમાં ઘમાસાણ : શરદ પવારે કહ્યુ- આ નિર્ણય એનસીપીનો નથી, સવારે 7 વાગ્યે જ જાણ થઈ

  નવી સરકારની રચનાની સાથે જ મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું છે. કંઈ પણ હોય બીજેપીના ગેમ પ્લાનમાં કૉંગ્રેસ અને શિવસેનાના નેતા ખરાબ રીતે ગૂંચવાઈ ગયા છે. એનસીપીએ 54 સીટો પર જીત મેળવી હતી. મળતા અહેવાલો મુજબ તેમાંથી કેટલાક ધારાસભ્‍ય અજિત પવારની સાથે છે જેમના સહયોગથી બીજેપીએ સરકાર બનાવી લીધી છે.

  આ પણ વાંચો,

  સુશીલ મોદીનો સંજય રાઉત પર કટાક્ષ : ચાણક્યના ટ્વિટની પ્રતીક્ષા
  અજીત પવારે કાકા શરદ પવાર સાથે વિશ્વાસઘાત કર્યો : શિવસેનાની પ્રતિક્રિયા
  Published by:Mrunal Bhojak
  First published: