આતુરતાનો અંત : આ દિવસે લેવાશે NEET અને JEE (Main)ની પરીક્ષા

આતુરતાનો અંત : આ દિવસે લેવાશે NEET અને JEE (Main)ની પરીક્ષા
JEE (Main)ની પરીક્ષા 18 જુલાઈથી 23 જુલાઈની વચ્ચે આયોજિત કરાશે, NEETની પરીક્ષા 26 જુલાઈએ લેવાશે

JEE (Main)ની પરીક્ષા 18 જુલાઈથી 23 જુલાઈની વચ્ચે આયોજિત કરાશે, NEETની પરીક્ષા 26 જુલાઈએ લેવાશે

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે ટાળવામાં આવેલી JEE (Main) અને NEETની પરીક્ષાને લઈ મોટા સમાચાર આવ્યા છે. આ બંને પ્રતિસ્પર્ધી પરીક્ષાની તારીખની જાહેરાત માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Ramesh Pokhriyal Nishank)એ કરી દીધી છે. તેમના જણાવ્યા મુજબ, JEE (Main)ની પરીક્ષા 18 જુલાઈથી 23 જુલાઈની વચ્ચે આયોજિત કરવામાં આવશે. બીજી તરફ, NEETની પરીક્ષા 26 જુલાઈએ આયોજિત કરવામાં આવશે.

  માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી JEE (Main) અને NEETની પરીક્ષાની તારીખ જાહેર કરી. નિશંક છેલ્લા દસ દિવસથી સતત બીજી વાર સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના સ્ટુડન્ટ્સના સવાલ આપી રહ્યા હતા.
  આ પણ વાંચો, લૉકડાઉનમાં મોદી સરકાર તમામ બેરોજગારોને દર મહિને આપી રહી છે 3500 રૂપિયા? જાણો સાચી હકીકત

  કોરોનાના કારણે ટાળવામાં આવી હતી પરીક્ષા

  JEE (Main)ની પરીક્ષા એપ્રિલમાં લેવાની હતી પરંતુ કોરોના વાયરસને કારણે તેને ટાળી દેવામાં આવી હતી. બાદમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAએ NEETની પરીક્ષાને પણ સ્થગિત કરી દીધી હતી. તેની સાથે જ સ્ટુડન્ટ્સને પરીક્ષા કેન્દ્ર ફેરફાર કરવાની પણ તક આપવામાં આવી હતી. એટલે જે સ્ટુડન્ટસ જ્યાં છે તેની આસપાસના કેન્દ્રમાં પરીક્ષા આપી શકે.

  આ પણ વાંચો, લૉકડાઉનમાં પોતાના ગૃહ રાજ્ય જવા માંગતા લોકો અહીં કરાવે રજિસ્ટ્રેશન
  Published by:News18 Gujarati
  First published:May 05, 2020, 13:32 pm

  ટૉપ ન્યૂઝ