Home /News /national-international /

મહારાષ્ટ્રના દરિયા કિનારે મળેલી AK47 સહિતના હથિયારો સાથેની બોટ અંગે મળ્યા સૌથી મોટા અપડેટ

મહારાષ્ટ્રના દરિયા કિનારે મળેલી AK47 સહિતના હથિયારો સાથેની બોટ અંગે મળ્યા સૌથી મોટા અપડેટ

મહારાષ્ટ્રના દરિયા કિનારે મળેલી શંકાસ્પદ બોટમાં આતંકવાદી એન્ગલ ન હોવાનું સામે આવ્યું.

મહારાષ્ટ્રના રાયગઢના હરિહરેશ્વર દરિયા કિનારે મળી આવેલી બે અજાણી બોટને લઈને સ્થાનિકોએ પોલીસને જાણકારી આપતા તરત જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બોટની તપાસ કરી હતી.આ દરમિયાન પોલીસને આ બે અજાણી બોટમાંથી AK 47 સહિત બીજા હથિયારો મલી આવતા પોલીસ ચોંકી ગઈ હતી

વધુ જુઓ ...
    મુંબઈઃ મહારાષ્ટ્રના રાયગઢના હરિહરેશ્વર દરિયા (Harihareshwar Boat News) કિનારે મળી આવેલી બે અજાણી બોટને લઈને સ્થાનિકોએ પોલીસને જાણકારી આપતા તરત જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બોટની તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસને આ બે અજાણી બોટમાંથી AK 47 સહિત બીજા હથિયારો મલી આવતા પોલીસ ચોંકી ગઈ હતી અને તાત્કાલિક ઉપરી અધિકારીઓને જાણ કરતા જુદી જુદી તપાસ એજન્સીઓ દરિયા કિનારે દોડી આવી હતી. તેમજ સમગ્ર મહારાષ્ટ્રમાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી હતી. રાયગઢ જિલ્લામાં  (Raigad Red Alert) ઠેકઠેકાણે નાકાબંધી કરીને તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તો મુંબઈમાં પણ તમામ મહત્વપૂર્ણ સ્થળોએ સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી હતી.

    મહારાષ્ટ્રના હરીહરેશ્વરમાં મળી હથિયારો સાથેની શંકાસ્પદ બોટ, 26/11 જેવી શક્યતાને પગલે એજન્સીઓ હાઈએલર્ટ પર

    જોકે હાલ મળી રહેલા મોટા અપડેટ મુજબ આ બોટ ઓમાન સિક્યુરિટીની હોવાનું બોટમાં લાગેલા સિમ્બોલ પરથી જાણવા મળી રહ્યું છે. તેમજ બોટમાં રહેલા હથિયારો પર નેપ્ચ્યુન મેરીટાઈમ સિક્યુરિટીનો સિમ્બોલ હોવાથી આ બોટ આતંકવાદીઓની ન હોવાની શક્યતા જણાતા સુરક્ષા એજન્સીઓ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ નેપચ્યુન મેરીટાઈમ સિક્યુરિટીએ બે બોટ સાથેનો સંપર્ક છૂટી ગયાનું સ્વીકાર્યું હોવાનું કેટલાક સૂત્રો તરફથી માહિતી આપવામાં આવી હતી.

    આ બોટ અંગે મહારાષ્ટ્ર એટીએસ પ્રમુખ વિનીત અગ્રવાલે જણાવ્યું કે બોટનો આતંકવાદીઓ સાથે કોઈ સંબંધ નથી. આ બોટ ઓમાન સિક્યુરિટીની હોવાતી સુરક્ષા એજન્સીઓ આ મામલે વધુ વાતચિત કરી રહી છે. આ ઘટનામાં કોઈ આતંકવાદી એન્ગલ નથી, એટીએસ ફક્ત તપાસ કરશે. જોકે સમગ્ર રાયગઢ જિલ્લામાં હજુ પણ પોલીસ હાઈએલર્ટ પર છે અને બંને દેશની ટોપની સુરક્ષા એજન્સીઓ દ્વારા જ્યાં સુધી ગ્રીન ક્લિયરન્સ નહીં મળે ત્યાં સુધી પોલીસ પોતાની નાકાબંધી અને તપાસ ચાલુ જ રાખશે.

    પણ આખરે બોટમાં રહેલા વ્યક્તિઓ ક્યાં ગયા?

    દરમિયાન આ બાબત પણ વિચારવા યોગ્ય છે કે આખરે આ બોટ કઈ જગ્યાએથી અને કઈ રીતે આવી? તેમજ બોટમાં આવા ઘાતક શસ્ત્રો ક્યાંથી આવ્યા તો આવા ઘાતક શસ્ત્રોને એમ જ છોડીને બોટમાં રહેલા વ્યક્તિઓ ક્યાં ગયા? મહત્વનું છે કે આ પહેલા 26 નવેમ્બર 2008માં આ જ રીતે કસાબ સહિતના પાકિસ્તાની આતંકવાદીઓ દરીયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા હતા અને દેશની આર્થિક રાજધાનીને રક્તરંજીત બનાવી હતી. ફરી આવી ઘટના ન બને તે માટે તમામ પ્રકારની સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે અને દરેક શંકાસ્પદ વસ્તુઓ, વાહનો અને મૂવમેન્ટની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Crime news, Maharashtra

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन