બિહાર (Bihar) ના છપરા (Chhapra) માં બિલ્ડિંગમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી (firecrackers factory blast) ચાલી રહી હતી. રવિવારે સવારે અહીં અચાનક વિસ્ફોટ થયો હતો, રેસક્યુ ટીમે અત્યાર સુધીમાં 6 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા, બિલ્ડિંગના કાટમાળ નીચે હજુ પણ કેટલાય લોકો દટાયા હોવાનું કહેવાય છે.
firecrackers factory blast : બિહાર (Bihar) ના છપરા (Chhapra) માં એક ઈમારતમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast in Building) થયો છે, જેના કારણે બિલ્ડીંગ તાસના પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ છે. બ્લાસ્ટ બાદ ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો. આ ઘટના ખૈરા પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડાઈબાગ ગામની છે. બ્લાસ્ટને કારણે ધ્વસ્ત થયેલી ઈમારતના કાટમાળમાંથી અત્યાર સુધીમાં છ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, બિલ્ડિંગમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. રવિવારે સવારે અહીં અચાનક વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ બાદ ક્ષતિગ્રસ્ત ઘરમાંથી ત્રણથી ચાર એલપીજી સિલિન્ડર બહાર કાઢીને ફેંકી દેવામાં આવ્યા હતા. ઘરમાંથી સિલિન્ડર ફેંકાયા બાદ લોકો ગભરાઈને ભાગવા લાગ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ બેથી ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટને કારણે ઈમારતમાં ફટાકડા ફૂટવા લાગ્યા અને તે ધરાશાયી થઈ ગઈ. બિલ્ડિંગના કાટમાળ નીચે કેટલાક લોકો હજુ દટાયા હોવાનું કહેવાય છે.
સારણના પોલીસ અધિક્ષક (SP) સંતોષ કુમારે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે. તેમણે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જબરદસ્ત વિસ્ફોટની તપાસ માટે ફોરેન્સિક (FSL) અને નિષ્ણાતોની ટીમની તપાસ કરવા જણાવ્યું છે. બ્લાસ્ટની તપાસ માટે FSLની ટીમ મુઝફ્ફરપુર જવા રવાના થઈ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર