PM મોદી ઉપર સૌથી મોટો ખતરો, મંત્રી-અધિકારીઓ પણ નહીં આવી શકે નજીક

News18 Gujarati
Updated: June 26, 2018, 8:35 PM IST
PM મોદી ઉપર સૌથી મોટો ખતરો, મંત્રી-અધિકારીઓ પણ નહીં આવી શકે નજીક
ફાઇલ તસવીર

હવે કોઇપણ મંત્રી કે અધિકારી એસપીજીની મંજૂરી વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે નહીં જઇ શકે.

  • Share this:
હવે કોઇપણ મંત્રી કે અધિકારી એસપીજીની મંજૂરી વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે નહીં જઇ શકે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગૃહમંત્રાલયે વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઇને એક નવી સૂચના આપી છે. જેમાં વડાપ્રધાન મોદી ઉપર અત્યારસુધી સૌથી મોટો ખતરો હોવાની આશંકા વ્યક્ત કરી છે. જે અંતર્ગત મંત્રીઓ અને અધિકારીઓ પણ એસપીજીના ક્લિયરન્સ વગર વડાપ્રધાનની નજીક નહીં જઇ શકે.

મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો ખતરો મંડરાઇ રહ્યો છે. તેઓ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સૌથી ‘કિંમતી ટાર્ગેટ’ હોઇ શકે છે. ગૃહમંત્રાલયે કહ્યું કે, કોઇપણ વ્યક્તિ એટલું જ નહીં મંત્રીઓ અને અધિકારીઓની એસપીજી ક્લિયરન્સ વગર પીએમની નજીક નહીં જઇ શકે.

ગૃહમંત્રાલયે દરેક રાજ્યોના પોલીસ વડાને ચિઠ્ઠી લખીને આ અજ્ઞાત ખતરાને લઇને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે પીએમ મોદીની સુરક્ષામાં લાગેલી વિવિધ એજન્સીઓને પણ ચેતવ્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી ઉપર હુમાલોના ગંભીર ખતરો છે.

સુત્રોના પ્રમાણે રાજ્યમાં ચૂંટણી અને વર્ષ 2019માં થનારી લોકસભાની ચૂંટણીમાં સત્તારૂઢ પક્ષોના મુખ્ય ઇલેક્શન કેમ્પેનર પીએમ મોદીને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના રોડ શોમાં કાપ મુકે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ રોડ શો દરમિયાન કોઇને પણ વડાપ્રધાન નજીક આવવાની મંજૂરી નહીં હોય. આ નિયમનુ કડકપણે પાલન કરવામાં આવશે. પીએમ મોદીની સુરક્ષામાં લાગેલી એસપીજી ટીમના અધિકારી આ દમરિયાન મંત્રીઓ ને અધિકારીઓની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ પીએમ પાસે જવાની મંજૂરી આપશે.
First published: June 26, 2018, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading