મોટો ખતરો ટળ્યો: ધરતીની બાજુમાંથી 34KM પ્રતિ સેકન્ડની ઝડપથી પસાર થયો એસ્ટ્રોઇડ

પ્રતીકાત્મક તસવીર

આ એસ્ટ્રૉઇડ (Asteroidનું નામ વર્ષ 2001 FO32 રાખવામાં આવ્યું હતું, જે પૃથ્વીની નજીકથી 34KM પ્રતિ સેકન્ડની ઝડપથી પસાર થયો હતો.

  • Share this:
    નવી દિલ્હી: અંતરિક્ષ (Space) )માં અવારનવાર કંઈક એવું થતું રહે છે જેનાથી લોકોને આશ્ચર્ય થાય છે અથવા તો ક્યારેક આવી ઘટના લોકોને ડરાવતી પણ હોય છે. રવિવારે રાત્રે પણ અંતરિક્ષમાં એક એવી ઘટના ઘટી હતી જે પૃથ્વી માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકતી હતી. હકીકતમાં ગત રાત્રે ધરતીની ખૂબ નજીકથી એક એસ્ટ્રૉઇડ (Asteroid) પસાર થયો હતો. આ એસ્ટ્રૉઇડ જો ધરતી સાથે ટકરાતો તો મોટું નુકસાન થઈ શકતું હતું. આ એસ્ટ્રૉઇડ (Asteroidનું નામ વર્ષ 2001 FO32 રાખવામાં આવ્યું હતું, જે પૃથ્વીની નજીકથી 34KM પ્રતિ સેકન્ડની ઝડપથી પસાર થયો હતો. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે ધરતી પર તબાહી માટે એસ્ટ્રૉઇડની ઝડપ પુરતી હતી.

    રવિવારે રાત્રે આશરે 9 વાગ્યે એસ્ટ્રૉઇડ 2001 FO32 પૃથ્વીથી માત્ર 20 લાખ કિલોમીટર દૂરથી પસાર થયો હતો. ખગોળવિદોના જણાવ્યા પ્રમાણે અંતરિક્ષને જોતા આ ઝડપ અને અંતર બહુ વધારે ન હતું. હકીકતમાં એસ્ટ્રૉઇડ આંખના પલકારામાં જ ગાયબ થઈ જાય છે, આ દરમિયાન જો તેની કોઈ વસ્તુ સાથે ટક્કર થઈ જાય તો ખરતનાક સાબિત થઈ શકે છે.

    આ પણ વાંચો: કોરોના વાયરસ કુમળા મન પર હાવી થયો: બાળકોમાં તણાવ અને આત્મહત્યાના કેસ વધ્યા

    નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે એસ્ટ્રૉઇડ આટલી ઝડપથી નથી ફરતા. પરંતુ જે ગતિથી તે પૃથ્વી પાસેથી પસાર થયો તેને જોયા બાદ એવું કહી શકાય કે આટલી ઝડપ પાછળ તેની ધરી છે. તે જે ધરી પર ફરી રહ્યો છે તેનાથી તેને સૂર્યની વધારે તાકાત મળી રહી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, એસ્ટ્રૉઇડ 2001 FO32ને જ્યારે અમે જોયો તો માલુમ પડ્યુ કે તે ધરતી તરફ 39 ડિગ્રીએ નમેલો છે. જેના કારણે તે સૂર્યની નજીક પહોંચી રહ્યો હતો અને તેનાથી તેની ગતિ વધી રહી હતી.

    આ પણ વાંચો: Twitter કરી રહ્યું છે Undo ફીચરનું ટેસ્ટિંગ, ફ્રી નહીં હોય આ ફીચર- જાણો વિગત


    આ પણ વાંચો: વલસાડ: ટ્રક ચાલકની બેદરકારીથી ક્લિનરનું કમકમાટીભર્યું મોત, બનાવનો વીડિયો વાયરલ

    ઇટાલીના સેસાનો સ્થિત વર્ચ્યુઅલ ટેલિસ્કોપના એસ્ટ્રોફિજિલિસ્ટ જિયાલુકા માસીએ કહ્યુ કે, જ્યારે તેમણે એસ્ટ્રૉઇડ 2001 FO32 ને પ્રથમ વખત જોયો ત્યારે તે અંતરિક્ષમાં ખૂબ જ ચમકીલી વસ્તુ લાગી રહ્યો હતો. તે ઝડપથી સૂર્ય તરફ જઈ રહ્યો હતો. એસ્ટ્રૉઇડ 2001 FO32ને સૂર્યની પ્રદક્ષિણામાં 810 દિવસનો સમય લાગે છે. આ એસ્ટ્રૉઇડ અંગે અમને 20 વર્ષ પહેલા માલુમ પડ્યું હતું. જોકે, તે ક્યારેય પણ ધરતી માટે ખતરો નથી બન્યો.
    Published by:Vinod Zankhaliya
    First published: