'Dhoom' સ્ટાઈલમાં Big ચોરી! ચેન્નઈથી મુંબઈ જતા કન્ટેનર લોરીને કરી હાઈજેક, ચોરોએ 15 કરોડ રૂપિયા મોબાઇલની કરી ચોરી

News18 Gujarati
Updated: October 22, 2020, 12:37 AM IST
'Dhoom' સ્ટાઈલમાં Big ચોરી! ચેન્નઈથી મુંબઈ જતા કન્ટેનર લોરીને કરી હાઈજેક, ચોરોએ 15 કરોડ રૂપિયા મોબાઇલની કરી ચોરી
ઘટના સ્થળની તસવીર

સવાર સવારમાં એક કન્ટેનર લોરીમાં કરોડો રૂપિયાના મોબાઈલ ફોન ચેન્નઈથી મુંબઈ લઈ જવામાં આવતા હતા.

  • Share this:
કૃષ્ણાગીરીઃ તમિલનાડુના કૃષ્ણાગીરીમાં (krushnagiri) એક મોટી ચોરીની (Theft) ઘટના સામે આવી છે. અહીં ચોરોએ કરોડો રૂપિયાના મોબાઈલ ફોનની ચોરી (mobile phone theft) કરી હતી. શાતિ ચોરોએ એક કન્ટેનર લોરીમાંથી કરોડો રૂપિયાના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થયા હતા. બદમાશોએ બુધવારે સવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. કન્ટેનર લોરી ચેન્નાઈથી મુંબઈ (Chennai to Mumbai) તરફ જઈ રહી હતી.

ડ્રાઈવર અને ક્લિનરને માર્યો ઢોર માર
પોલીસના જણાવ્યા પ્રમાણે મંગળવારે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ એક કન્ટેનર લોરીમાં કરોડો રૂપિયાના મોબાઈલ ફોન ચેન્નઈથી મુંબઈ લઈ જવામાં આવતા હતા. આ દરમિયાન કૃષ્ણાગીરીમાં કેટલાક બદમાશોએ લોરીને રસ્તામાં રોકી હાઈજેક કરી હતી. ત્યારબાદ ડ્રાઈવર અને ક્લિનરને ઢોર માર માર્યો હતો.

ત્યારબાદ કન્ટેનરમાંથી કરોડો રૂપિયાના સેલફોનની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે સ્થાનિક લોકોની મદદથી ચાલક અને ક્લિનરને કૃષ્ણગીરીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. પોલીસે ત્યારબાદ ચોરોની જાણકારી એકઠી કરી હતી.

આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! કુરકુરેની લાલચ આપી ભાણીને ખેતરમાં લઈ જઈ મામાએ દુષ્કર્મ બાદ કરી હત્યા, સ્થળ ઉપરથી કપડા અને કુરકુરેનું પેકેટ મળ્યું

ચેન્નઈ નજીકના રેડમીના મેન્યુફેક્ચરિંગ યુનિટથી મુંબઈ લઈ જવાતા હતા ફોનઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે તપાસ કરવા અને આરોપીઓને પકડવા માટે 10 ટીમો બનાવી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને અધિકારીએે જણાવ્યું હતું કે, આ ફોન ચેન્નઈ નજીક પૂનમાલીમાં આવેલા રેડમીના મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી મુંબઈ લઈ જવાતા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વોક કરવા નીકળેલી બિલ્ડરની પુત્રીના પાછળના ભાગે મારી હતી ટપલી, ફૂડ ડિલિવરી બોય ઝડપાયો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો Gold-Silverની નવી કિંમતો, હજી ભાવ વધવાનું અનુમાન

કન્ટેનરમાં 15 કરોડ રૂપિયાના 14500 મોબાઈલ ફોન હતા
સૂત્રો પાસેથી માળતી માહિતી પ્રમાણે ચોરી કરાયેલા બધા ફોન MI કંપનીના હતા. કન્ટેનરમાં આશરે 15 કરોડથી વધુના મોબાઈલ ફોન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત કન્ટેનરમાં આશરે 14,500 નંગ મોબાઈલ ફોન હતા.



ઉલ્લેખનીય છે કે ધૂમ ફિલ્મોની જેમ ચોરીની અલગ અલગ તરકીબો અપનાવીને કરોડો રૂપિયાની ચોરી થવાના દ્રશ્યો બતાવવામાં આવે છે. આવી જ એક ઘટના તમિલનાડુના કૃષ્ણાગીરીમાં બનતા સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી.
Published by: ankit patel
First published: October 22, 2020, 12:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading