નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં (Delhi-NCR) વધી રહેલા પ્રદુષણ પર આજે સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટી ટિપ્પણી કરી છે. આ મામલે સુનાવણી કરતા મુખ્ય ન્યાયધીશ (Chief Justice)જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું કે મને જાણકારોએ બતાવ્યું છે કે પ્રદુષણનું (Pollution)કારણ ફક્ત પરાલી (Parali)નથી. તમે લોકો લાંબી લાંબી સુંદર ગાડીઓમાં ફરવાનું બંધ કરો. સાઇકલ ચલાવવાની આદત પાડવી પડશે. ચીફ જસ્ટિસે આજની સુનાવણીને આગામી સપ્તાહે શુક્રવાર સુધી ટાળી દીધી છે.
દિલ્હી એનસીઆર અને તેને અડીને આવેલા રાજ્યોમાં પ્રદુષણ ફેલાવનાર હવે સાવધાન થઈ જાય. જો હવે પ્રદુષણ ફેલાવશે તો એક કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આટલું જ નહીં 5 વર્ષની સજા પણ થઈ શકે છે. વધતા પ્રદુષણને જોતા કેન્દ્ર સરકારે આ મોટુ પગલું ભર્યું છે. આ માટે સરકારે એક કમિશન બનાવ્યું છે. આ કમિશનમાં ઇસરોના પ્રતિનિધિ પણ હશે. આ કમિશન ઇપીસીએનું સ્થાન લેશે. કમિશનનું હેડક્વાર્ટર દિલ્હીમાં હશે અને તેના આદેશને ફક્ત એનજીટીમાં જ પડકારમાં આવી શકશે. દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને યૂપીના પ્રદુષણને જોતા આ કમિશન બનાવ્યું છે.
પ્રદુષણની લડાઇ માટે ઘણા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આમ છતા લાપરવાહી થઈ રહી છે. આ જ કારણે દિલ્હી સરકાર ગ્રીન દિલ્હી એપ લાવી રહી છે. સાથે દિવાળીને જોતા સરકારે સખત પગલા ઉઠાવ્યા છે. ગ્રીન ક્રેકર સિવાય દેશી ફટાકટા ફોડ્યા તો એક લાખ રૂપિયા દંડ ભરવો પડશે. સરકારે આ માટે 11 ટીમો બનાવી છે. નવેમ્બરમાં આ ટીમ કામ શરૂ કરી દેશે. સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે કે દિલ્હીની હવાને ખરાબ ન થવા દઈએ. જરૂરી ના હોય તો ફટાકડા ના ફોડીએ અને પ્રદુષણને ઓછું કરવામાં મદદ કરીએ. દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા આ વાત કહી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર