ભારતમાં ICMRની મોટી સફળતા, Covid-19ની સારવારમાં થશે ખુબ કારગર

ભારતમાં ICMRની મોટી સફળતા, Covid-19ની સારવારમાં થશે ખુબ કારગર
આ આવિષ્કાર એટલા માટે વધારે મહત્વપૂર્ણ છે કેમ કે, આ કોરોના સંક્રમણ બાદ સારવાર માટે જ નહીં પરંતુ સંક્રમણથી બચવા માટે પણ ઉપયોગ કરવામાં આવશે.

આ આવિષ્કાર એટલા માટે વધારે મહત્વપૂર્ણ છે કેમ કે, આ કોરોના સંક્રમણ બાદ સારવાર માટે જ નહીં પરંતુ સંક્રમણથી બચવા માટે પણ ઉપયોગ કરવામાં આવશે.

 • Share this:
  નવી દિલ્હી : ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને બાયોલોઝિકલ ઈ. લિમિટેડ, હૈદરાબાદ સાથે મળીને એક વિશેષ પ્રકારનું એન્ટી-સિરમ વિકસીત કરવામાં આવ્યું છે. જે કોરોનાની સારવારમાં ખુબ કારગર સાબિત થઈ શકે છે. આ એન્ટી-સિરમ હજુ જાનવરોમાં વિકસિત કરવામાં આવ્યું છે.

  જો બોલચાલની ભાષામાં કહીએ તો, વૈજ્ઞાનિકોએ કોઈ બહારના બેક્ટેરીયા અથવા વાયરસથી લડવા માટે જરૂરી એન્ટીબોડી તૈયાર કરી છે. આ આવિષ્કાર એટલા માટે વધારે મહત્વપૂર્ણ છે કેમ કે, આ કોરોના સંક્રમણ બાદ સારવાર માટે જ નહીં પરંતુ સંક્રમણથી બચવા માટે પણ ઉપયોગ કરવામાં આવશે.  આઈસીએમઆરે જણાવ્યું કે, આ પ્રકારની સારવારનો ઉપયોગ પૂર્વમાં અનેક વાયરલ અને બેક્ટેરિયા ઈન્ફેક્શનની સારવાર માટે કરવામાં આવી ચુક્યો છે. તેમાં રેબીઝ, હેપેટાઈટિસ બી, વેક્સીનિયા વાયરસ, ટેટનસ અને ડિપ્થિરિયા જેવી બીમારીઓ છે.

  જોકે, કોવિડ-19થી સાજા થઈ ચુકેલા લોકોના પ્લાઝમાનો ઉપયોગ પણ કઈંક આવી જ સારવાર માટે કરવામાં આવે છે. પરંતુ આમાં એન્ટીબોડીનું સ્તર માણસના આધાર પર અલગ-અલગ હોય છે. આ કારણે તેનો ઉપયોગ પમ મુશ્કેલ થઈ જાય છે. આઈસીએમઆરે આ નવી સફળતાને ભારતમાં સાર્વજનિક સ્વાસ્થ્યની રક્ષા માટે મોટી સફળતા ગણાવી છે.
  Published by:kiran mehta
  First published:October 01, 2020, 19:53 pm