Home /News /national-international /કોંગ્રેસની મોટી રણનીતિઃ આગામી લોકસભા ચૂંટણીમાં 50 % ટિકિટ 50 વર્ષથી નીચેના લોકોને આપવામાં આવશે
કોંગ્રેસની મોટી રણનીતિઃ આગામી લોકસભા ચૂંટણીમાં 50 % ટિકિટ 50 વર્ષથી નીચેના લોકોને આપવામાં આવશે
કોંગ્રેસ 50 ટકા ટિકિટ 50 વર્ષથી નીચેના લોકોને
congress chintan shivir : કોંગ્રેસ પાર્ટી (Congress) દ્વારા અગામી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ને લઈ મહત્ત્વ નિર્ણય લેવામાં આવ્યો છે, પાર્ટીએ ચિંતન શિબીરમાં ઠરાવ કર્યો કે, 50 ટકા ટિકિટ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને મળશે. આ સિવાય બેરોજગારી મુદ્દે ભાજપાને ઘરવા પણ રણનીતિ ઘડવામાં આવી.
ઉદયપુર: આગામી દિવસોમાં, કોંગ્રેસ (Congress) તેના સાંસદો (MP), ધારાસભ્યો (MLA) અને સરકારમાં ચૂંટાયેલા હોદ્દા ધરાવતા નેતાઓ માટે નિવૃત્તિની વય મર્યાદા નક્કી કરશે અને આગામી લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) થી 50 ટકા ટિકિટ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને મળશે (50 percent Tickets for below 50 Years). કોંગ્રેસના ચિંતન શિબિર માટે રચાયેલી યુવા બાબતોની સંકલન સમિતિની ભલામણોમાં આ બાબતો મુખ્ય છે, જેને પાર્ટીના નવા ઠરાવમાં સ્થાન મળ્યું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, “સંગઠન સ્તરે, 50 ટકા પોસ્ટ્સ 50 વર્ષથી ઓછી ઉંમરના સાથીદારોને મળવી જોઈએ. સંસદ, વિધાનસભા, વિધાન પરિષદ અને તમામ ચૂંટાયેલા હોદ્દા પર નિવૃત્તિની વય મર્યાદા નક્કી કરવી જોઈએ. ભવિષ્યમાં, પાર્ટીની સરકારોમાં તમામ પદો 50 ટકા લોકો 50 વર્ષથી ઓછી ઉંમરના હોવા જોઈએ. પક્ષના સંગઠનને મજબૂત કરવા માટે વધુ અનુભવી લોકોનો લાભ લેવો જોઈએ.
કોંગ્રેસે તેના નવા ઠરાવમાં એમ પણ કહ્યું છે કે, "2024ની સંસદીય ચૂંટણીથી શરૂ થતી તમામ ચૂંટણીઓમાં ઓછામાં ઓછી 50 ટકા ટિકિટ 50 વર્ષથી ઓછી ઉંમરના સાથીદારોને આપવી જોઈએ."
નવા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, 'ભાજપ દ્વારા નિર્મિત' બેરોજગારીના કલંક સામે લડવા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી 'રોજગાર દો પદયાત્રા'નો પ્રસ્તાવ છે, જે 75 વર્ષ પૂરા થવા પર 15 ઓગસ્ટ, 2022થી શરૂ થશે.