મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 : કૉંગ્રેસને મોટો ઝટકો, 6 ધારાસભ્યો ભાજપમાં જોડાશે

Maharashtra Assembly Election 2019: કૉંગ્રેસનું પ્રથમ લિસ્ટ (Congress)જાહેર થતાંની સાથે બળવો, સોમવારે મુખ્યમંત્રી ફડણવીસ (Devendra Fadnavis)ની ઉપસ્થિતીમાં ભાજપમાં (BJP) સામેલ થશે

News18 Gujarati
Updated: September 29, 2019, 10:02 PM IST
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 : કૉંગ્રેસને મોટો ઝટકો, 6 ધારાસભ્યો ભાજપમાં જોડાશે
સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે મુખ્યમંત્રી ફડણવીસની હાજરીમાં ધારાસભ્યો ભાજપમાં સામેલ થશે.
News18 Gujarati
Updated: September 29, 2019, 10:02 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં (Maharashtra Assembly Elections 2019) કૉંગ્રેસ (congress) પાર્ટી દ્વારા ઉમેદવારનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. કૉંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા (Central Election Committee) 51 સભ્યોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં મુંબઈના તમામ ઉમેદવારનો સમાવેશ થાય છે. કૉંગ્રેસની પ્રથમ યાદી જાહેર થતાં જ મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં બળવો શરૂ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે મુંબઈના ગરવારે ક્લબમાં 6 ધારાસભ્યો સોમવારે મુખ્યમંત્રી ફડણવીસ (Devendra Fadnavis)ની ઉપસ્થિતીમાં ભાજપમાં (BJP) સામેલ થશે.

સૂત્રો જણાવે છે કે કૉંગ્રેસ પાર્ટી આ ધારાસભ્યોની ટિકિટ કાપવાની છે તેથી તેઓ ભાજપમાં જોડાવા માંગે છે. કૉંગ્રેસના મુંબઈના મલાડના ધારાસભ્ય અસલમ શેખ, ચિખલીના બુલઢાણાના ધારાસભ્ય રાહુલ બોન્દ્રે, ધુલેના શિરુપુરના ધારાસભ્ય કાશીરામ પાવરા, ધુલેના સાકરીના ધારાસભ્ય ડી.એસ. આહિરે, સોલાપુરના અક્કલકોટના ધારાસભ્ય સિદ્ધરામ મ્હેત્રે, અને સોલાપુરના પંઢરપુરના ધારાસભ્ય ભારત ભાલકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર વિધાનસભા 2019 : કૉંગ્રેસની 51 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, મોટા માથાઓને ટિકિટ મળી

મોટા માથાને ટિકિટ

કૉંગ્રેસની પ્રથમ યાદીમાં વિજય વેદેટ્ટીવાર, બાલા સાહેબ થોરાટ, નસીમ ખાન, વિશ્વીજીત કદમ, અમિત દેશમુખ, પ્રણિતિ શિંદે, નીતિન રાઉતને સ્થાન મળ્યું છે. કૉંગ્રેસ મુંબઈ સહિત અનેક બેઠકો પર મોટા માથાઓને ટિકિટ આપી છે.
Loading...

9 નવેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થશે

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આગામી 24મી ઑક્ટોબરે યોજાવાની છે. 24મી ઑક્ટોબરે ચૂંટણીની મતગણતરી યોજાશે. 288 ધારાસભ્યો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ આગામી 9મી નવેમ્બરે સમાપ્ત થવાનો છે. ચૂંટણી પંચના આંકડાઓ મુજબ ગત ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 60.32 ટકા મતદાન થયું હતું. વર્ષ 2014ની ચૂંટણી કરતાં 17 હજાર 901 વૉટર્સની સંખ્યા વધી છે. 21 ઑક્ટોબરમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 1.80 લાખ ઈ.વી.એમનો ઉપયોગ કરાશે.
First published: September 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...