બોમ્બ હાઇકોર્ટ (Bombay High Court)એ સોમવારે ઇન્ટીરિયર ડિઝાઇનરની આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે 2018ના એક કેસ મામલે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) અને અન્ય બે લોકોના વચગાળાના જામીનને ફગાવ્યા છે. ન્યાયમૂર્તિ એસ.એસ.શિંદે અને ન્યાયમૂર્તિ એમ.એસ.કાર્ણિકની ખંડપીઠે કહ્યું કે આ મામલે ઉચ્ચ ન્યાયાલય દ્વારા અસાધારણ અધિકાર ક્ષેત્રનો પ્રયોગ કરવાનો કોઇ કેસ નથી બનતો.
કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે ગોસ્વામીની પાસે કાનૂન પાસેથી રાહત મેળવવાના ઉપાય છે. અને તેમને સંબંધિત સેશન્સ કોર્ટમાં સામાન્ય જમીનની માંગણી કરી શકે છે. હાઇ કોર્ટે વચગાળાના જામીન પર પોતાનો નિર્ણય શનિવારે સુરક્ષિત રાખતા કહ્યું કે કેસ કોર્ટમાં છે તેનો મતલબ તે નથી કે આરોપી સેશન્સ કોર્ટથી સામાન્ય જામીન માંગવાની અપીલ ના કરી શકે.
કોર્ટે ગોસ્વામી અને અન્ય બે આરોપી ફિરોજ શેખ તથા નીતીશ સરદા દ્વારા આ મામલે ગેરકાનૂની ધરપકડને પડકારતા અને વચગાળાની જામીનની અરજી પર સુનવણી કરતા આ વાત કરી. ગોસ્વામી, ફિરોજ શેખ અને નીતીશ સરદાએ અલીબાગ પોલીસમાં તેવી ફરિયાદ નોંધવામાં આવી છે કે આરોપીઓએ ઇન્ટીરિયર ડેકોરેશનના જે બચેલા પૈસા છે તે ના આપતા 2018માં અન્વય નાઇક અને તેમની માતાએ આત્મહત્યા કરી હતી. આ કેસમાં તેમની 4 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી છે.
મુંબઇ સ્થિત ગોસ્વામીના ઘરથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. તે પછી ગોસ્વામીને અલીબાગ લઇ જવામાં આવ્યા હતા. અહીં મેજિસ્ટ્રેટે તેમની પોલીસ કસ્ટડીમાં મોકલવાની ના પાડી હતી. કોર્ટે ગોસ્વામી અને અન્ય બે આરોપીઓને 18 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. ગોસ્વામીને શરૂઆતમાં એક સ્થાનિક સ્કૂલમાં રાખવામાં આવ્યા હતા.
વધુ વાંચો :
પૌત્રને ભણાવતા ખુલ્યું દાદીનું નસીબ, ચોપડીમાંથી મળ્યો એવો ખજાનો કે બન્યા કરોડપતિ
જેને અલીબાગ જેલ માટે અસ્થાઇ રૂપે કોવિડ 19 કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવામાં આવતુ હતું. ન્યાયિક કસ્ટડીમાં કથિત રીતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા મામલે પકડાઇ જતા ગોસ્વામીને રાયગઢ જિલ્લાની તલોજા જેલમાં મોકલવામાં આવ્યો છે.
4 નવેમ્બરે જ્યારે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી તો તેણે મુંબઇ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પોલીસે તેના સાસુ સસરા, પુત્ર અને પત્ની સાથે પણ મારપીટ કરી છે. અર્નબે મુંબઇ પોલીસ પર ગુંડાગર્દી કરવાનો આરોપ પણ લગાવ્યો છે. અને જણાવ્યું છે કે પોલીસે તેના પરિવાર સાથે તેની વાત કરતા પણ રોક્યો હતો. તથા દવા દેવાથી પણ રોક્યો હતો. તે પછી અર્નબ ગોસ્વામીએ પોલીસ પોતાની સાથે વાનમાં પોલીસ સ્ટેશન લઇ ગઇ છે.