ન્યૂઝ 18 ગુજરાતી : દેશમાંથી નાસી ગયેલા એક જમાનાના લિકર કિંગ વિજય માલ્યાને એક દેવું ચુકવવાના મુદ્દે યુકેની અદાલમાંથી ઝટકો મળ્યો છે. માલ્યા પર લિકર કંપની ડિયાજીયોએ 17.5 કરોડનો દાવો ઠોક્યો હતો જેમાં કોર્ટે માલ્યાને 13.5 કરોડ ડૉલર એટલે કે રૂપિયા 945 કરોડ ચુકવવાનો આદેશ આપ્યો છે. ડિયાજીયો બ્રિટેનની સૌથી મોટી લિકર કંપની છે.
ઉલ્લેખનીય છે કે માલ્યાના ભારત પ્રત્યાર્પણની અરજી પર જુલાઈમાં સુનાવણી થશે. માલ્યા હાલમાં જામીન પર છે અને વેસ્ટમિનસ્ટર કોર્ટે માલ્યાના પ્રત્યાર્પણની અનુતી આપી દીધી છે.
દેશની જુદી જુદી બેંકોમાં માલ્યાનું રૂ. 9000 કરોડનું દેવું છે. મુંબઈની વિશેષ અદાલતે માલ્યાને ભાગેડૂ જાહેર કર્યો છે. દેશની વિવિધ તપાસ એજન્સીઓ લાંબા સમયથી માલ્યાના પ્રત્યાર્પણની માંગણી કરી રહી છે.
શુ છે મામલો? આ કેસ વિજય માલ્યાની બે કંપનીના ટેક ઑવર છે. ડિયાજિયોએ વિજય માલ્યાની બે કંપનીનો ભાગ ખરીદવા માટે પૈસા ચુકવ્યા હતા. પરંતુ તેમને શેરમાં ભાગીદારી ન મળી જેના કારણે કંપનીને ખૂબ નુકસાન થયું હતું.
કંપનીએ વિજય માલ્યાને રૂ. 4000 કરોડની ચુકવણી કરી હતી. માલ્યાની બંને કંપની તેનો દિકરો સિદ્ધાર્થ ચલાવે છે. આ ડીલ તેમની અને ડિયાજીયો વચ્ચે ત્રણ વર્ષ અગાઉ થઈ હતી. આ મામલાાં પીએલસી, ડિયાજીયો હોલ્ડિંગ્સ નેધરલેન્ડ અને ડિયાજીયો ફાઇનાન્સ પીએલસી દાવેદાર છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર