Home /News /national-international /કોંગ્રેસને મોટી રાહત, ટ્વિટ હેન્ડલ બ્લોક કરવાના આદેશને કર્ણાટક હાઈકોર્ટે રદ કર્યો

કોંગ્રેસને મોટી રાહત, ટ્વિટ હેન્ડલ બ્લોક કરવાના આદેશને કર્ણાટક હાઈકોર્ટે રદ કર્યો

કર્ણાટક હાઈકોર્ટે પાર્ટી સાથે સંકળાયેલ ટ્વિટર અને તેની ભારત જોડો માર્ચને બ્લોક કરવાના આદેશને રદ કર્યો છે. (ફાઇલ ફોટો- INC ટ્વિટર)

કર્ણાટક હાઈકોર્ટમાંથી કોંગ્રેસને મોટી રાહત મળી છે. કોર્ટે પાર્ટી અને તેની ભારત જોડો માર્ચ સાથે સંકળાયેલા ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાના આદેશને રદ કર્યો છે. કોંગ્રેસે આ અંગે ટ્વિટ કરીને કહ્યું કે, 'બેંગ્લોરની એક કોર્ટે IAC ઈન્ડિયા અને ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.

વધુ જુઓ ...
    બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટમાંથી કોંગ્રેસને મોટી રાહત મળી છે. કોર્ટે પાર્ટી અને તેની ભારત જોડો માર્ચ સાથે સંકળાયેલા ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાના આદેશને રદ કર્યો છે. કોંગ્રેસે આ અંગે ટ્વિટ કરીને કહ્યું કે, 'બેંગ્લોરની એક કોર્ટે IAC ઈન્ડિયા અને ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે આ એકસ-પાર્ટી આદેશને રદ કર્યો છે. અમે માનનીય કોર્ટનો આભાર માનીએ છીએ અને અમે કોર્ટના નિર્દેશોનું પાલન કરીશું. અમે સામાન્ય લોકો માટે લડતા રહીશું, તેમનો અવાજ બનીને રહીશું.



    અગાઉ બેંગલુરુ સિટી ડિસ્ટ્રિક્ટની વિશેષ અદાલતે સોમવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) અને તેની 'ભારત જોડો યાત્રા'ના ટ્વિટર હેન્ડલને સુનાવણીની આગામી તારીખ સુધી 'બ્લોક' કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ટ્વિટર હેન્ડલ્સ @INCIndia અને @bharatjodo છે.

    કોર્ટે કોંગ્રેસ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી 3 ટ્વિટને હટાવવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટનો આદેશ એમઆરટી મ્યુઝિક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો છે, જે ફિલ્મ 'કેજીએફ-2'ના 'સાઉન્ડ ટ્રેક'ના કોપીરાઈટ ધારક છે. કંપનીએ કોંગ્રેસ અને તેના નેતાઓ સામે તેમના પોતાના કોપીરાઈટ સંગીતનો ઉપયોગ કરવા બદલ કાયમી પ્રતિબંધની માંગ કરી હતી. કંપનીનો આરોપ છે કે તેના કોપીરાઈટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Congress Guarat, Congress Gujarat, Congress party

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन