ચીનની સરકારે એર ઇન્ડિયાની ફ્લાઇટને હોંગકોંગ જવા પર મૂક્યો પ્રતિબંધ

એર ઇન્ડિયા ફ્લાઇટ

ચીની સરકારના આ પગલાથી ભારતમાં ફેસાયેલા હોંગકોંગના અનેક યાત્રીઓ પ્રભાવિત થયા છે.

 • Share this:
  ભારતની સરકારી એવિએશન કંપની એર ઇન્ડિયા (Air India)ને બે સપ્તાહ માટે હોંગકોંગમાં ઉડાન ભરવા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીથી હોંગકોંગ(Hong Kong) માટે નિયમિત ઉડાન ભરતી એર ઇન્ડિયા (Air India) પર ચીની સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. આજ કારણે સોમવારે એર ઇન્ડિયાના વિમાનને હોંગકોંગ ન લઇ જવામાં આવી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હોંગકોંગથી દિલ્હી પાછી આવતી ફ્લાઇટ પણ દિલ્હી ના આવી શકી. 14 ઓગસ્ટથી સંચાલિત એર ઇન્ડિયાની દિલ્હી હોંગકોંગ ઉડાનમાં 11 કોવિડ 19ના કેસ સામે આવ્યા હતા. જે પછી ચીની સરકારે હોંગકોંગ માટે એર ઇન્ડિયાની સેવાને પ્રતિબંધિત કરી છે.

  સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ (South China Morning Post)ની એક રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું છે કે હોંગકોંગે એર ઇન્ડિયાની આગળની ફ્લાઇટ ઓપરેટિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. તેણે એર ઇન્ડિયા પર આરોપ લગાવ્યો છે કે તે અનેક કોરોના સંક્રમિત દર્દીઓને લાવે છે. 17 ઓગસ્ટે એરલાઇને જાહેરાત કરી હતી કે તેની દિલ્હીથી હોંગકોંગ જતી ફ્લાઇટને સ્થગિત કરવામાં આવી છે.  ચીની સરકારના આ પગલાથી ભારતમાં ફેસાયેલા હોંગકોંગના અનેક યાત્રીઓ પ્રભાવિત થયા છે. આ યાત્રીઓને સોશિયલ મીડિયા પર ટ્રાવેલ પ્લાન રીશિડ્યૂઅલ કરવાનું કહેવામાં આવ્યું છે. એક યાત્રીએ ટ્વિટના જવાબમાં એર ઇન્ડિયાએ કહ્યું કે હોંગકોંગના અધિકારીઓ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોના કારણે એઆઇ-310/315 દિલ્હીથી હોંગકોંગ દિલ્હી 18 ઓગસ્ટ 2020ની ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી છે.

  આ મામલે જલ્દી જ વધુ જાણકારી જણાવવામાં આવશે. યાત્રી એરઇન્ડિયાના કસ્ટમર કેરથી સંપર્ક કરવામાં આવશે.
  Published by:Chaitali Shukla
  First published: