Home /News /national-international /

UAE જનારા ભારતીયો માટે મોટા સમાચાર, વિઝાના નિયમોમાં આવ્યા આ મોટા બદલાવ

UAE જનારા ભારતીયો માટે મોટા સમાચાર, વિઝાના નિયમોમાં આવ્યા આ મોટા બદલાવ

યુએઇએ વિઝા નિયમોમાં બદલાવ કર્યા છે.

મુલાકાતીઓ હવે દેશમાં 60 દિવસ રહી શકે છે, જે પહેલા માત્ર 30 દિવસ હતા. નવા નિયમો અનુસાર, ગોલ્ડન રેસિડન્સ ધારકો તેમના જીવનસાથી, બાળકો અને પરિવારના અન્ય સભ્યોને સ્પોન્સર કરી શકે છે. આ સાથે તે ઘરેલું કામદારોને પણ હોસ્ટ કરી શકે છે.

    સંયુક્ત આરબ અમીરાત (UAE)માં કામ કરવાનું અને રહેવાનું સપનું જોનારા ભારતીયો માટે એક મોટા સમાચાર છે. વિઝા સુધારાની દિશામાં સૌથી મોટું પગલું ભરતાં UAE એ દેશમાં પ્રવેશ અને રહેઠાણ માટે નવી યોજના રજૂ કરી છે. આ અંતર્ગત 10 પ્રકારના એન્ટ્રી વિઝા આપવામાં આવશે જે ખૂબ જ સરળ રીતે ઉપલબ્ધ હશે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવા વિઝા માટે કોઈ હોસ્ટ અથવા સ્પોન્સરની જરૂર રહેશે નહીં. આ સાથે તેમના પ્રવેશ પર કોઈ મર્યાદા રહેશે નહીં.

    મુલાકાતી તરીકે, હવે દેશમાં 60 દિવસ રહી શકે છે, જે પહેલા માત્ર 30 દિવસ હતા. નવા નિયમો અનુસાર, ગોલ્ડન રેસિડન્સ ધારકો તેમના જીવનસાથી, બાળકો અને પરિવારના અન્ય સભ્યોને સ્પોન્સર કરી શકે છે. આ સાથે તે ઘરેલું કામદારોને પણ હોસ્ટ કરી શકે છે.




    આ છે વિઝા માટેના નવા નિયમોઃ-


    -રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માતા-પિતા તેમના પુરૂષ દિકરાને 25 વર્ષની ઉંમર સુધી સ્પોન્સર કરી શકે છે, જે પહેલા માત્ર 18 વર્ષની હતી.
    -નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ નવા નિયમો વિશ્વભરમાંથી શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષિત કરશે.
    - વ્યવસાયિક કામદારો પાસે વિઝા માટે માન્ય રોજગાર કરાર હોવો આવશ્યક છે.
    - શિક્ષણ લઘુત્તમ સ્નાતક હોવું જોઈએ અને માસિક પગાર $8,100 કરતાં ઓછો ન હોવો જોઈએ.
    - સંસ્કૃતિ, કલા, રમતગમત, ડિજિટલ ટેક્નોલોજી, આવિષ્કાર જેવા ક્ષેત્રના લોકો પણ સરળતાથી વિઝા મેળવી શકશે.
    - આ નોકરી માટે, પગાર અથવા લાયકાતની જરૂર રહેશે નહીં. જો કે, તમારે સરકારી ભલામણની જરૂર પડશે.

    રિયલ એસ્ટેટ રોકાણકારો ગોલ્ડન રેસિડેન્સ મેળવી શકશે


    રિપોર્ટ અનુસાર રિયલ એસ્ટેટ રોકાણકારો બે મિલિયન ડોલરની પ્રોપર્ટી ખરીદીને પ્રોપર્ટી ખરીદતી વખતે ગોલ્ડન રેસિડન્સ મેળવી શકશે. નવા નિયમો અનુસાર જો રોકાણકારો સ્થાનિક બેંકો પાસેથી લોન લઈને પ્રોપર્ટી ખરીદે છે તો તેમને લાંબા સમય માટે વિઝા મળી શકે છે.

    આ પણ વાંચો - ખુશખબર! અમેરિકા ભારતમાં 8 લાખ વિઝા જાહેર કરશે, વિઝા પ્રોસેસિંગ માટે સ્ટાફ વધાર્યો

    સ્ટાર્ટ અપ માટે પણ તક


    UAE આવ્યા પછી જે લોકો બિઝનેસની તકો શોધી રહ્યા છે તેઓને પણ કોઈ યજમાન વિના વિઝા મળશે, જેથી લોકો ત્યાં જઈને તકોનો સારો ઉપયોગ કરી શકે. આ ઉપરાંત વૈજ્ઞાનિકો અને સંશોધકોને પણ સરળતાથી વિઝા મળી જશે.

    આ પણ વાંચો - Corona Update : લોકડાઉનના કારણે સમુદ્રમાં ટ્રાફિક જામ, શાંઘાઈ પોર્ટ પર હજારો જહાજો ફસાયા

    UAEએ ગ્રીન વિઝા રજૂ કર્યા


    અગાઉ, યુએઈએ ગ્રીન વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જેથી લોકો કંપનીની સ્પોન્સરશિપ વિના દેશમાં રહી શકે અને કામ કરી શકે. અગાઉની સિસ્ટમમાંથી આ એક મોટો ફેરફાર છે, કારણ કે અગાઉ માત્ર અમુકને જ મોટા રોકાણ પછી લાંબા ગાળાની રહેઠાણ પરમિટ આપવામાં આવતી હતી.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Dubai, UAE

    આગામી સમાચાર