પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં મોટી ચૂક, સેલ્ફી લેવા ઘરમાં ઘૂસ્યા પાંચ લોકો
પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં મોટી ચૂક, સેલ્ફી લેવા ઘરમાં ઘૂસ્યા પાંચ લોકો
પ્રિયંકા ગાંઘીની ફાઈલ તસવીર
આ અંગે પ્રિયંકા ગાંધીના કાર્યાલયે કહ્યું હતું કે, CRPFની બેદરકારી સાથે કામ કરે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ મામલો CRPFના DG પાસે ગયો છે. આ અંગે તપાસ ચાલી રહી છે.
નવી દિલ્હીઃ કૉંગ્રેસ નેતા (congress leader) પ્રિયંકા ગાંધીની (Priyanka Gandhi) સુરક્ષામાં (Security) મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. પ્રિયંકાના ઘરમાં ઓછામાં ઓછા પાંચ લોકો તેમના ઘરમાં ઘૂસ્યા હતા. ઘરમાં ઘૂસેલા લોકો પોતાની ઓળખ કાર્યકર્તા તરીકે આપી હતી.
દિલ્હી પોલીસ અને દિલ્હી પોલીસ સુરક્ષા યુનિટનું કહેવું છે કે, તેમને આ ઘટનાની જાણકારી મળી નથી. મળતી માહિતી પ્રમાણે લોધી સ્ટેટમાં પ્રિયંકા ગાંધી આવાસ ઉપર 25 તારીખે 5 લોકો ફોટો પાડવા માટે ઘરમાં ઘૂસ્યા હતા.
આ અંગે પ્રિયંકા ગાંધીના કાર્યાલયે કહ્યું હતું કે, CRPFની બેદરકારી સાથે કામ કરે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ મામલો CRPFના DG પાસે ગયો છે. આ અંગે તપાસ ચાલી રહી છે.
સેલ્ફી લેવા માટે ઘરમાં ઘૂસ્યા
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બ્લેક સ્કોર્પિઓમાં સવાર ત્રણ મહિલાઓ અને બે યુવકો બળજબરીથી પ્રિયંકાના ઘરમાં ઘૂસ્યા હતા. આ પાંચે લોકો પ્રિયંકા સાથે સેલ્ફી લેવા માટે ઘરમાં ઘૂસ્યા હતા. આ મામલે પ્રિયંકાના કાર્યાલયમાંથી ચિઠ્ઠી લખવામાં આવી છે કે, નવેમ્બર મહિનામાં ગાંધી પરિવારને હવે ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. જેમાં સીઆરપીએફના જવાનોનો સમાવેશ થાય છે. આ પહેલા એસપીજી સુરક્ષા મળી હતી.
SPG સુરક્ષા પાછી લેવાઈ
સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી પાસેથી 28 વર્ષ પછી એસપીજી સુરક્ષા પાછી લેવાઈ છે. તેમને સપ્ટેમ્બર 1991માં 1988ના એસજીપી કાયદાના સંશોધન પછી વીવીઆઈપી સુરક્ષા યાદીમાં મુકવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના પરિવારને આપવામાં આવેલી એસપીજી સુરક્ષા પાછી લેવાનો નિર્ણય એક વિસ્તૃત સુરક્ષા આકલન કર્યા પછી લીધો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર