આર્ટિકલ 370 પર પાક.ની છેલ્લી આશા પણ તૂટી, UNSCથી મળ્યો જોરદાર આંચકો

ઇમરાન ખાન

UNSCના અધ્યક્ષ દેશ પોલેન્ડે સ્પષ્ટ કરી દીધું કે પાકિસ્તાને આર્ટિકલ 370ના મુદ્દાને દ્વિપક્ષીય સ્તરે જ ઉકેલવો પડશે

 • Share this:
  જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાના મુદ્દે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે પ્રયત્નશીલ બન્યું છે. આ પ્રયાસમાં તેને એક મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાન આ મુદ્દાને લઈ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ગયું હતું. પરંતુ ત્યાં UNSCના અધ્યક્ષ દેશ પોલેન્ડે સ્પષ્ટ કરી દીધું કે પાકિસ્તાને આ મુદ્દાને દ્વિપક્ષીય સ્તરે જ ઉકેલવો પડશે.

  પોલેન્ડે આપ્યો આંચકો

  આ પહેલીવાર છે જ્યારે પોલેન્ડે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ પર પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા આ મહિને પોલેન્ડની પાસે છે. સુરક્ષા પરિષદના સભ્ય દેશ એકની પછી એક દર મહિને અધ્યક્ષતા કરે છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીત કરતાં ભારતમાં પોલેન્ડના રાજદૂત એડમ બુરાકોવાસ્કીએ કહ્યું કે તેમને આશા છે કે બંને દેશ વાતચીતથી તેનું સમાધાન શોધી શકે છે.

  આ પણ વાંચો, ચીને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, વિદેશ મંત્રીએ આ જવાબ આપી કરી બોલતી બંધ

  ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાલના તણાવ પર તેઓએ કહ્યું કે, પોલેન્ડનું માનવું છે કે કોઈ પણ વિવાદનું સમાધાન શાંતિપૂર્ણ રીતે જ કરી શકાય છે. યૂરોપીયન યૂનિયન તરફથી એમ પણ ભારત અને પાકિસ્તાનની વચ્ચે વાતચીતના હકમાં છીએ.

  વિદેશ મંત્રીએ કરી હતી વાત

  કહેવામાં આવી રહ્યું છે કે વિદેશ મંત્રી એસ. જયશંકરે થોડા દિવસો પહેલા પોલેન્ડના વિદેશ મંત્રીની સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ જ પોલેન્ડે આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

  આ પણ વાંચો, પાકિસ્તાને લદાખ પાસે ફાઇટર પ્લેન તહેનાત કર્યા, સરહદે તણાવ વધ્યો

  પાકિસ્તાનને આંચકા પર આંચકા

  આર્ટિકલ 370 હટાવવાના મુદ્દે પાકિસ્તાનને સતત નિરાશા હાથ લાગી રહી છે. આ પહેલા રશિયાએ પણ આ મુદ્દે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતે જમ્મુ-કાશ્મીરને લઈને જે પણ નિર્ણય લીધો છે તે ભારતના બંધારણને ધ્યાનમાં રાખીને લીધો છે. બીજી તરફ, અમેરિકાએ પણ કહ્યું છે કે કાશ્મીરને લઈને પોતાની નીતિમાં કોઈ ફેરફાર નથી કરી રહ્યું. તે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાશ્મીર મુદ્દો ઉકેલવા પર સતત નજર રાખી રહ્યા છે. તેઓએ કહ્યું કે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતા વગર ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય રીતે કાશ્મીર મુદ્દાનો ઉકેલવો જોઈએ.

  આ પણ વાંચો, Man Vs Wild: 10 વર્ષમાં પહેલી રજાથી લઈ તુલસી વિવાહ, PM મોદીએ કહી 10 ખાસ વાતો
  Published by:Mrunal Bhojak
  First published: