Mumbai Scrap Market Fire: મુંબઇમાં ભીષણ આગની વધુ એક ઘટના, ભંગારનાં ગોડાઉનમાં લાગી આગ

મુંબઇ ભંગારનાં ગોડાઉનમાં લાગી આગ

Mumbai Scrap Market Fire: સમાચાર એજન્સી ANI મુજબ, ફાયર વિભાગનાં એક અધિકારીએ માહિતી આપી છે કે આ દુર્ધટના મોડી રાત્રે થઇ હતી. તેમણે કહ્યું કે, અમને આગની જાણકારી રાત્રે ત્રણ વાગ્યે મળી છે. 12 ફાયર એન્જિન, 10 ટેન્કરની સાથે 150 ફાયરકર્મીઓ આગ ઓલવવાનું કામ કરવાં તૈનાત છે. હાલમાં કોઇ જાનહાનીનાં સમાચાર નથી. ઓક્ટોબરમાં જ મુંબઇ સ્થિત એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગી હતી. તે દરમિયાન એખ સુરક્ષાકર્મીનું મોત થઇ ગયું હતું.

  • Share this:
    મુંબઇ: આર્થિક રાજધાની કહેવાતી મુંબઇનાં માનખુર્દ વિસ્તારમાં એક ભંગારનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. શુક્રવારે થયેલી આ દુર્ધટનામાં હજુ સુધી કોઇ જ જાનહાનીનાં સમાચાર નથી. આ વાતની જાણકારી ફાયર ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓએ આપી છે. દુર્ધટનાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.

    આ પણ વાંચો-દિવાળી બાદ કોરોનાનો કેર વર્તાયો, અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન ઉમેરાયા

    સમાચાર એજન્સી ANI મુજબ, ફાયરવિભાગનાં એક અધિકારીએ જાણકારી આપી છે આ ઘટના મોડી રાત્રે થઇ છે. તેમણે કહ્યું કે, 'અમે આગળની જાણકારી રાત્રે આશરે 3 વાગ્યે મળી. 12 ફાયર એન્જિન, 10 ટેન્કરોની સાથે 150 ફાયરવિભાગનાં કર્મીઓએ આગ ઓલવવાનું કામ માટે ગોઠવવામાં આવ્યાં છે. કોઇનાં આહત થવાનાં સમાચાર નથી.'

    ઓક્ટોબરમાં જ મુંબઇ સ્થિત એક બહુમાળી ઇમારતમાં આગ લાગી હતી. તે દમરિયાન એક સુરક્ષાકર્મીનું મોત થયું હતું.

    આ પણ વાંચો-સુરતઃ મોર્નિંગ વોક પર નીકળનારા સાવધાન! યુવતીનું મોબાઈલ અને પૈસા ભરેલું પર્સ લઈ આરોપી ફરાર, ઘટનાનો live video

    સ્પટેમ્બરમાં થઇ એવી ઘટના- સ્પટેમ્બરમાં પૂર્વ ઉપનગર માનખુર્દનાં મંડલા કબાડ બજારમાં શુક્રવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન કોઇનાં ઘાયલ થવાની સૂચના નથી. નગર નિગમ અધિકારીનાં જણાવ્યાં અનુસાર, વીર જીજામાતા ભોસલે માર્ગ સ્થિત ભંગારનાં બજારમાં વહેલી સવારે ચાર વાગ્યે આગ લાગી હતી. આગમાં બજારની સાતથી આઠ દુકાનો આગની ચપેટમાં લાગી છે. આ બજારમાં ખાલી રાસાયણિક ડ્રમ સહિત વિભિન્ન પ્રકારનો ભંગાર હતો.
    Published by:Margi Pandya
    First published: