Home /News /national-international /મને VHP છોડવા મજબૂર કરાયો, હવે મોટી લડાઈની શરૂઆત થઈ છેઃ તોગડિયા

મને VHP છોડવા મજબૂર કરાયો, હવે મોટી લડાઈની શરૂઆત થઈ છેઃ તોગડિયા

પ્રવીણ તોગડિયા (ફાઇલ તસવીર)

  વીએચપીની સ્થાપના બાદના 52 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં તોગડિયા જૂથનો સફાયો થઈ ગયો હતો. જ્યારે વિષ્ણુ સદાશિવ કોકજેની વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. આ પરિણામ બાદ પ્રવીણ તોગડિયાએ વ્યથિત થઈને પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે હવે હું વિશ્વ હિન્દુ પરિષદમાં નથી. તેમણે સરકાર પર કરોડો લોકોનો અવાજ દબાવવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો.

  અમદાવાદમાં કરશે ઉપવાસ

  પ્રવીણ તોગડિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, 'સત્તાના નશામાં દેશ અને હિન્દુ ધર્મને દબાવવામાં આવ્યો છે. સરકારે કરોડો લોકોને અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. મને સત્તાધારી પાર્ટીએ વીએચપી છોડવા મજબૂર કર્યો છે. હવે સાચી લડાઈની શરૂઆત થઈ છે.' તોગડિયાએ વધુમાં કહ્યું હતું કે હવે મોટી લડાઈની શરૂઆત થઈ છે. એટલું જ નહીં તોગડિયા અમદાવાદ ખાતે ખેડૂતો અને રામમંદિર મુદ્દે ઉપવાસ કરવાની પણ જાહેરાત કરી હતી. તોગડિયાએ કહ્યું હતું કે, તેઓ ખેડૂતોના પ્રશ્નો અને રામમંદિરના નિર્માણ માટે આવતા મંગળવારથી અમદાવાદ ખાતે અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર ઉતરશે.

  હું સારવાર શરૂ કરીશઃ તોગડિયા

  વીએચપીમાં ચૂંટણી પહેલા પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે, 'મને જવાબદારી મળે કે ન મળે હું કેન્સર સર્જન છું. ફરીથી સારવાર શરૂ કરી દઈશ. રામ મંદિરના નિર્માણ માટે પ્રયાસ કરતો રહીશ. વર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડીની ઉંમર ફક્ત 61 વર્ષ છે. તેમને ત્રીજી વખત શા માટે અધ્યક્ષ ન બનાવવા જોઈએ? આવા વ્યક્તિ સામે 79ની ઉંમરના ઉમેદવારને ઉભા રાખી દેવામાં આવ્યા છે. શું યંગ ઇન્ડિયા છે.'
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Pravin togadia, VHP, ચૂંટણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन