Home /News /national-international /Amazing Discovery: પૃથ્વી જેવા વધુ 2 ગ્રહો મળ્યા, શું અહીં જીવન શક્ય બનશે? વૈજ્ઞાનિકોએ જવાબ આપ્યો
Amazing Discovery: પૃથ્વી જેવા વધુ 2 ગ્રહો મળ્યા, શું અહીં જીવન શક્ય બનશે? વૈજ્ઞાનિકોએ જવાબ આપ્યો
પૃથ્વી જેવા વધુ 2 ગ્રહો મળ્યા, શું અહીં જીવન શક્ય બનશે?; જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યું...
Amazing Discovery: વર્ષોથી અન્ય દુનિયાની શોધ કરી રહેલા વૈજ્ઞાનિકને મોટી સફળતા મળી છે. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે આવા 2 ગ્રહો મળી આવ્યા છે જે પૃથ્વી જેટલા મોટા છે અને અહીં પણ રહી શકે છે. તેમનું નામ GJ 1002 b અને c રાખવામાં આવ્યું છે. બંને પૃથ્વી જેવા દેખાય છે.
નવી દિલ્હીઃ અંતરિક્ષ વૈજ્ઞાનિકો વર્ષોથી બીજી દુનિયાની વિવિધ શોધખોળ કરી રહ્યા છે. નિષ્ણાતો હજુ પણ બ્રહ્માંડના સૌથી દૂરના છેડા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિગ બેંગ પછીના વધુ ફેરફારો વૈજ્ઞાનિકો માટે એક મોટા રહસ્ય સમાન છે. હવે ખગોળશાસ્ત્રીઓએ દાવો કર્યો છે કે, આવા 2 ગ્રહો મળી આવ્યા છે જે પૃથ્વી જેટલા મોટા છે અને અહીં રહી શકે છે. ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે, GJ 1002 b અને c પૃથ્વી જેવા દેખાય છે. આ બંને વચ્ચે પૃથ્વી અને સૂર્ય વચ્ચે જેટલું અંતર છે, તેટલું જ અંતર છે.
નિષ્ણાતો માને છે કે, ગ્રહની સપાટી પર પાણીની રચના ત્યારે જ થાય છે. જ્યારે યોગ્ય પ્રકારનું વાતાવરણ હોય. તેને હેબિટેબલ ઝોન કહેવામાં આવે છે. આ નવી શોધે અન્ય ગ્રહો પર જીવનની શક્યતાઓ વધારી દીધી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પ્લેનેટ B પૃથ્વી કરતાં થોડો મોટો છે. જ્યારે પ્લેનેટ C પૃથ્વી કરતાં લગભગ એક તૃતીયાંશ મોટો છે અને તારાની આસપાસ ફરતા લગભગ 20 દિવસ લે છે.
ખગોળશાસ્ત્રીઓએ આપ્યું મોટું નિવેદન
ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે, GJ 1002 નામનો આ તારો એકદમ પરિપક્વ લાગે છે. સંશોધકો કહે છે કે,પ્રારંભિક વિસ્ફોટોએ ગ્રહોની સપાટી પર વિવિધ પ્રકારના પરમાણુઓ બનાવવામાં મદદ કરી હતી જેનો કોઈપણ જીવન સ્વરૂપ દ્વારા ઉપયોગ કરી શકાય છે તેવી શક્યતાઓ રહેલી છે. આ શોધની વિગતો જર્નલ ટુ ટેમ્પરેચર અર્થ માસ પ્લેનેટ્સ ઓર્બિટીંગ ધ નીયર બાય સ્ટાર જીજે 1002માં પ્રકાશિત કરવામાં આવી છે.
સ્પેનની યુનિવર્સિટી ઓફ લા લગુનાના અલેજાન્ડ્રો સુરેઝ મસ્કરેનોના નેતૃત્વમાં સંશોધકોની ટીમે રેડિયલ વેગ માપનો ઉપયોગ કરીને બે નવા ગ્રહોની શોધ કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જેમ જેમ ગ્રહો તારાથી દૂર જાય છે તેમ તેમ તે તારાને આપણાંથી દૂર ખેંચે છે, જેને કારણે તારાનો પ્રકાશ સ્પેક્ટ્રમના લાલ છેડા તરફ જાય છે. બીજી તરફ, જેમ જેમ ગ્રહો તારાની નજીક જાય છે, તેમ તેમ તેઓ તારાને આપણી દિશામાં ખેંચે છે, જેને કારણે તારાનો પ્રકાશ વાદળી રંગ તરફ શિફ્ટ થઈ જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર