Home /News /national-international /જમ્મુ-કાશ્મીરમાં ફરીથી અશાંતિ ફેલાવવાની ફિરાકમાં ISI, આતંકીઓની પૂછપરછમાં થયો ઘટસ્ફોટ

જમ્મુ-કાશ્મીરમાં ફરીથી અશાંતિ ફેલાવવાની ફિરાકમાં ISI, આતંકીઓની પૂછપરછમાં થયો ઘટસ્ફોટ

સૂત્રોએ જણાવ્યું છે કે ઉધમપુર બસ બ્લાસ્ટ દ્વારા ઘાટીમાં ખોટો સંદેશ મોકલવાની કોશિશ કરી રહ્યાં છે આતંકી સંગઠન.

પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI સદીઓથી કાશ્મીરમાં વધુમાં વધુ આતંકવાદીઓને ઘુસાડવાની ફિરાકમાં છે. જેથી તે વિશ્વની સામે કાશ્મીર ઘાટીમાં અસ્થિરતાનો મુદ્દો ઉઠાળો શકી. ટોચની જાસૂસી એજન્સીના સૂત્રોએ ન્યુઝ 18ને જણાવ્યું કે ઉધમપુર વિસ્ફોટ મામલાની પૂછપરછમાં ધરપકડ કરાયેલા આતંકીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાન કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે વધુને વધુ હથિયાર અને દારૂગોળો સીમા પાર મોકલવાની કોશિશ કરી રહ્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI સદીઓથી કાશ્મીરમાં વધુમાં વધુ આતંકવાદીઓને ઘુસાડવાની ફિરાકમાં છે. જેથી તે વિશ્વની સામે કાશ્મીર ઘાટીમાં અસ્થિરતાનો મુદ્દો ઉઠાળો શકી. ટોચની જાસૂસી એજન્સીના સૂત્રોએ ન્યુઝ 18ને જણાવ્યું કે ઉધમપુર વિસ્ફોટ મામલાની પૂછપરછમાં ધરપકડ કરાયેલા આતંકીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાન કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે વધુને વધુ હથિયાર અને દારૂગોળો સીમા પાર મોકલવાની કોશિશ કરી રહ્યું છે. આ હિસા એ બતાવવા માટે છે કે સ્થાનિક લોકો દિલ્હીના નેતૃત્વને ઘાટીમાં સ્વીકારતા નથી.

    ચોક્કસ સંકેત આપવા માટે કરાયા વિસ્ફોટ

    સૂત્રોએ એ પણ જણાવ્યું કે પાકિસ્તાન હત્યા, વિસ્ફોટક અને હાઈબ્રિડ હત્યા સહિત તમામ પ્રકારની કોશિશ કરી રહ્યું છે. શ્રીનગર અને તેની આસપાસ લગભગ 300 નાના હથિયાર પહેલેથી જ તૈયાર છે. જમ્મુ-કાશ્મીરમાં પોલીસે કહ્યું છે કે ઉધમપુરમાં તાજેતરમાં થયેલા વિસ્ફોટની પાછળ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાઈ-પ્રોફાઈલ યાત્રા પહેલા આ બ્લાસ્ટ એ સંદેશ આપવા માટે કરવામાં આવ્યા છે કે જમ્મુ-કાશ્મીરમા બધુ યોગ્ય નથી.

    પાકિસ્તાન વિકાસનું દુશ્મન અને વિનાશનું પ્રેમી

    પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું હતું કે પાકિસ્તાન વિકાસનું દુશ્મન અને વિનાશનું પ્રેમી છે. છેલ્લા 30 વર્ષમાં તેમણે આ જ કર્યું છે. તેઓ નથી ઈચ્છતા કે કોઈ વિકાસ થાય. નિશ્ચિત રીતે પાકિસ્તાન અને તેની એજન્સીઓ એ સુનિશ્ચિત કરી રહી છે કે ઘાટીમાં શાંતિ નહિ પરંતુ અશાંતિ રહે. હવે બધી ચીજો ધીરે-ધીરે ગોઠવાતી જઈ રહી છે અને ધીરે-ધીરે સુધારો થઈ રહ્યો છે.

    વિસ્ફોટ કરવાની સોંપાઈ હતી જવાબદારી

    ઉલ્લેખનીય છે કે 28 સપ્ટેમ્બરની રાતે લગભગ સાડા દસ વાગ્યે ડોમેલ ચોક પર એક પેટ્રોલ પંપની પાસે એક બસમાં થયેલા વિસ્ફોટમાં બે લોકો ઘાયલ થયા હતા. બીજા વિસ્ફોટમાં કોઈ નુકસાન થયું નથી, જૂના બસ સ્ટેન્ડમાં ઉભેલી બસને નુકસાન થયું. પોલીસે કહ્યું કે ડોડા જિલ્લાના નિવાસી લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોહમ્મદ અમીન ભટ ઉર્ફે ખુબૈબે 21 સપ્ટેમ્બરે વસંત ગઢના અસલમ શેખનો સંપર્ક કર્યો હતો અને અમિત શાહની મુલાકાત પહેલા તેને વિસ્ફોટ કરવાની જવાબદારી સોંપાઈ હતી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Global Terrorist, Isis terrorist, Locust terror

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन