જમ્મુ-કાશ્મીર પર મોટો નિર્ણય, માનવાધિકાર અને માહિતી આયોગનું વિસર્જન

News18 Gujarati
Updated: October 25, 2019, 2:41 PM IST
જમ્મુ-કાશ્મીર પર મોટો નિર્ણય, માનવાધિકાર અને માહિતી આયોગનું વિસર્જન
31 ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીર એક કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે

31 ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીર એક કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે

  • Share this:
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)થી આર્ટિકલ 370 (Article 370) હટાવ્યા બાદથી રાજ્યના વિકાસને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર (Central Government)એ અનેક મહત્વપૂર્ણ નિર્ણય લીધાં છે. મહત્વપૂર્ણ નિર્ણયોમાં જમ્મુ-કાશ્મીરથી પ્રશાસને સાત આયોગ (Commission)ને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. જે આયોગોને ખતમ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે તેમાં માનવાધિકાર આયોગ (Human Rights Commission), મહિલા અને બાળ વિકાસ આયોગ (Women and Child Development Commission) અને માહિતી આયોગ (Information Commission)ને પણ સામેલ કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં 31 ઑક્ટોબરથી નવા કાયદા લાગુ થઈ જશે.

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદથી રાજ્યમાં જે કાયદા લાગુ નહોતા થયા તે હવે રાજ્યમાં લાગુ કરી શકાશે. નવી વ્યવસ્થા હેઠળ જમ્મુ-કાશ્મીરને મુખ્યધારામાં પરત લાવવા અને રાજ્યના વિકાસ માટે અનેક મોટા ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયો હેઠળ જમ્મુ-કાશ્મીર પ્રશાસને બુધવારે સાત આયોગને ખતમ કરવાનો આદેશ જાહેર કરી દીધો છે.

સમાચાર એજન્સી PTI મુજબ, સરકારે જે આયોગને ખતમ કરવાનો નિર્ણય લીધો છે તેમાં જમ્મુ-કાશ્મીર માનવાધિકાર આયોગ, રાજ્ય માહિતી આયોગ, રાજ્ય ગ્રાહક નિવારણ આયોગ, રાજ્ય વિદ્યુત નિયામક આયોગ, મહિલા અને બાળ વિકાસ આયોગ, દિવ્યાંગો માટે બનાવેલું આયોગ અને રાજ્ય પારદર્શિતા આયોગ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, 31 ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીર એક કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે. એવામાં ત્યાં કેન્દ્ર સરકાર તરફથી નિયત કાયદા લાગુ કરવામાં આવી શકશે. કહેવામાં આવી રહ્યું છે કે જે આયોગોને ખતમ કરવામાં આવ્યા છે તે કેન્દ્રને આધિન હશે અને કેન્દ્ર સરકાર તરફથી નિયત નિયમો મુજબથી જ ત્યાં કામ કરવામાં આવશે.

આ પણ વાંચો,

J&K: આતંકવાદીઓએ બે ડ્રાઇવરોની હત્યા કરી, સફરજન ભરેલા ટ્રક ફૂંકી માર્યાસુપ્રીમે AGR મામલે સરકારને ટેલિકૉમ કંપનીઓ પાસેથી 92,000 કરોડ રૂપિયા ઉઘરાવવાની છૂટ આપી
First published: October 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading