Home /News /national-international /કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય - પ્રાઈવેટ મેડિકલ કોલેજની અડધી સીટો પર સરકારી કોલેજ જેટલી જ ફી લેવામાં આવશે
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય - પ્રાઈવેટ મેડિકલ કોલેજની અડધી સીટો પર સરકારી કોલેજ જેટલી જ ફી લેવામાં આવશે
કેન્દ્રએ નિર્ણય લીધો છે કે ખાનગી મેડિકલ કોલેજોની અડધી બેઠકો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવામાં આવશે. (ફાઇલ ફોટો)
Private Medical College Fees: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે થોડા દિવસો પહેલા સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેનો ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને થશે. અમે નક્કી કર્યું છે કે ખાનગી મેડિકલ કોલેજોની અડધી બેઠકો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવામાં આવશે.
કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે દેશની ખાનગી મેડિકલ કોલેજો (private medical college)ની અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી (medical colleges fees) વસૂલવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi)એ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારના જણાવ્યા અનુસાર હવે ખાનગી મેડિકલ કોલેજોમાં અડધી બેઠકો પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે જાહેરાત કરી છે.
कुछ दिन पहले ही सरकार ने एक और बड़ा फैसला लिया है जिसका बड़ा लाभ गरीब और मध्यम वर्ग के बच्चों को मिलेगा।
हमने तय किया है कि प्राइवेट मेडिकल कॉलेजों में आधी सीटों पर सरकारी मेडिकल कॉलेज के बराबर ही फीस लगेगी: PM @narendramodi
PMO દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં લખ્યું છે કે, 'અમે નિર્ણય કર્યો છે કે ખાનગી મેડિકલ કોલેજોમાં અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી વસૂલવામાં આવશે.' સરકારના આ નિર્ણયનો લાભ એવા ગરીબ વિદ્યાર્થીઓને મળશે જેઓ પૈસાના કારણે મેડિકલનો અભ્યાસ ચૂકી જાય છે.
આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં આપવામાં આવેલા આદેશનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મળશે જેઓ ડૉક્ટર બનવાનું સપનું છે.
જણાવી દઇએ કે, છેલ્લા ઘણા મહિનાઓથી મેડિકલ ફીને લઈને હોબાળો ચાલતો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓ સતત મેડિકલ કોલેજની ફી ઘટાડવાની માંગ કરી રહ્યા હતા. સરકાર આ અંગે કોઈ મોટું પગલું ભરી શકે તેવી શક્યતાઓ હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર