NGTનો મોટો નિર્ણય- ખરાબ એર ક્વોલિટીવાળા રાજ્યોમાં 30 નવેમ્બર સુધી ફટકડા ફોડવા પર પ્રતિબંધ

Ban on Crackers: NGTએ વાયુ પ્રદૂષણને જોતાં ફટાકડા ફોડવાને લઈ અગત્યનો આદેશ આપ્યો છે

Ban on Crackers: NGTએ વાયુ પ્રદૂષણને જોતાં ફટાકડા ફોડવાને લઈ અગત્યનો આદેશ આપ્યો છે

  • Share this:
    (સુશીલ પાંડેય)

    નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં વધી રહેલા વાયુ પ્રદૂષણ (Air Pollution)ને ધ્યાને લઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (National Green Tribunal- NGT)એ મોટો નિર્ણય આપ્યો છે. એનજીટી (NGT)એ સોમવારે પોતાના આદેશ આપતાં દિલ્હી-એનસીઆરમાં 30 નવેમ્બર સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ (Ban on Firecrackers) લગાવી દીધો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે બાકી રાજ્યોમાં જ્યાં એર ક્વોલિટી (Air Quality) ખરાબ કે ખતરનાક સ્તર પર છે, ત્યાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હશે.

    ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં કહ્યું કે  જે રાજ્યોમાં વાયુ પ્રદૂષણ કે એર ક્વોલિટી ઠીક છે, ત્યાં 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડી શકાશે. ટ્રિબ્યૂનલે તેની સાથે જ એવું પણ કહ્યું કે ખરાબ AQIવાળા શહેરોમાં આ અવધિ સુધી આતિશબાજી પ્રતિબંધિત રહેશે.

    આ પણ વાંચો, દિવાળી પહેલા શૅર બજારમાં રેકોર્ડબ્રેક તેજી, રોકાણકારોએ કમાયા 2 લાખ કરોડ રૂપિયા

    NGTએ પોતાના આદેશમાં કહ્યું કે, નવેમ્બરમાં જે શહેરોમાં AQI ખરાબ કે ખૂબ જ ખરાબની શ્રેણીમાં હશે, ત્યાં ફટકાડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત જે શહેરોમાં AQI મોડરેટ છે, ત્યાં માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની જ છૂટ મળશે. આ ઉપરાંત દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાના પ્રસંગે માત્ર બે કલાક માટે ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી હશે. નોંધનીય છે કે આતિશબાજી પર NGTના આ નિર્ણયની અસર લાંબા ગાળા સુધી જોવા મળશે. વાયુ પ્રદૂષણની બગડતી સ્થિતિને જોતાં ટ્રિબ્યૂનલનો આ નિર્ણય ખૂબ જ અગત્યનો છે.

    આ પણ વાંચો, દિવાળી પહેલા અહીં મળી રહ્યું છે સસ્તું સોનું, આજે જ કરો ખરીદી, માત્ર 5 દિવસનો છે સમય

    નોંધનીય છે કે, ફટાકડાઓના વેચાણ પર પ્રતિબંધ લાદવાના કારણે વેપારીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ પ્રતિબંધના કારણે અનેક વેપારીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડશે. બીજી તરફ ફટાકડા પર પ્રતિબંધના કારણે નારાજગી માત્ર દુકાનદારોની નથી પરંતુ કેટલાક ગ્રાહકોમાં પણ જોવા મળી રહી છે. ગ્રાહકોએ જણાવ્યું કે બાળકો ફટાકડાની માંગ કરે છે એવામાં બાળકોને દિવાળી કેવી રીતે ઉજવશે.

    ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે ગ્રીન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોએ હાલ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાનો કોઈ આદેશ જાહેર નથી કર્યો. બીજી તરફ પર્યાવરણ મંત્રાલયે કહ્યું હતું કે હાલ તેમની પાસે કોઈ એવી સ્ટડી નથી જેમાં સ્પષ્ટ થઈ શકે કે ફટાકડા ફોડવાથી કોરોનાના કેસ વધી જશે.
    Published by:Mrunal Bhojak
    First published: