Exclusive: બે વર્ષ પહેલા ભૂલથી સરહદ પાર ગયેલા બે ભારતીયોની પાકિસ્તાને હવે ધરપકડ દર્શાવી, આતંકવાદનો આરોપ લગાવ્યો

News18 Gujarati
Updated: November 19, 2019, 9:06 AM IST
Exclusive: બે વર્ષ પહેલા ભૂલથી સરહદ પાર ગયેલા બે ભારતીયોની પાકિસ્તાને હવે ધરપકડ દર્શાવી, આતંકવાદનો આરોપ લગાવ્યો
પાકિસ્તાનમાં ધરપકડ કરાયેલાં પ્રશાંત અને વારીલાલ

પાકિસ્તાન આ બંને ભારતીયોને મોહરા બનાવીને કાવતરું ઘડી રહ્યું છે, સામે આવી ચોંકાવનારી વિગતો

  • Share this:
શૈલેન્દ્ર વાંગૂ, નવી દિલ્હી : ભારત (India) સામે ગુસ્સે ભરાયેલું પાકિસ્તાન (Pakistan) દરરોજ નવા કાવતરા ઘડતું રહે છે. સોમવારે પાકિસ્તાની ચેનલો પર બે ભારતીયોની ધરપકડના સમાચાર દર્શાવવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે આ બંને પાસપોર્ટ વગર પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરતાં પકડાયા. ટેવી પર તેમની તસવીર દર્શાવીને દાવો કરવામાં આવ્યો કે બંને ભારતીય નાગરિકોને પાકિસ્તાનના બહાવલપુરમાં પકડવામાં આવ્યા. પાકિસ્તાનની ટીવી ચેનલો પર દર્શાવવામાં આવી રહેલી એફઆઈઆર મુજબ, પકડાયેલા બે લોકોમાં એકનું નામ પ્રશાંત છે જે હૈદરાબાદનો રહેવાસી છે. બીજી ભારતીય મધ્ય પ્રદેશનો રહેવાસી વારીલાલ છે. પાકિસ્તાને તેમની પર આતંકવાદ (Terrorism)માં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ હકિકત કંઈક બીજી જ છે.

સૂત્રોએ News18ને જણાવ્યું કે, હકિકતમાં આ બંને ભારતીય 2017માં જ ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયા હતા. ભારતે પાકિસ્તાન સામે વારીલાલનો મામલો ડિસેમ્બર 2018માં ઉઠાવ્યો હતો. તસવીરની સાથે વારીલાલની જાણકારી પણ શૅર કરવામાં આવી, બીજી તરફ પ્રશાંતને લઈને આ વર્ષે મે મહિનામાં પાકિસ્તાન સરકાર પાસે જાણકારી માંગી હતી. ભારતે બંને માટે કાઉન્સિલર એક્સેસની માંગ કરી હતી, પરંતુ પાકિસ્તાને બંને મામલામાં કોઈ જવાબ આપ્યો નહીં.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલો પર આ એફઆઈઆર દર્શાવવામાં આવી રહી છે.


હવે પાકિસ્તાન આ બંને ભારતીયોને મોહરા બનાવીને કાવતરું ઘડી રહ્યું છે. 2017થી લઈને અત્યાર સુધી પાકિસ્તાને કોઈ જાણકારી શૅર નથી કરી, પરંતુ સોમવારે અચાનક બંનેની એક સાથે ધરપકડ દર્શાવવામાં આવી. સોમવારે તેમની ધરપકડની જાહેરાત ચોંકાવનારી છે. ભારતને આશંકા છે કે આ બંનેને પાકિસ્તાન પોતાના નાપાક એજન્ડા માટે મોહરા બનાવી રહી છે. ભારતે પાકિસ્તાનથી આ બંને ભારતીયોની ધરપકડની જાણકારી માંગી છે. સાથોસાથ તેમના કાઉન્સિલર એક્સેસની માંગ પણ કરી છે.

પ્રશાંત અને વારીલાલ જેવા અનેક મામલા છે

સૂત્રોએ News18ને કહ્યું કે, ભૂલથી સરહદ પર કરનાવા બીજા પણ મામલા છે, જે 2016/2017થી પાકિસ્તાનમાં પેન્ડિંગ છે. તેમાં રાજસ્થાનના રામદાસ અને રજની ગોથ (બિહાર)ના જસ્સી સિંહ પણ સામેલ છે. આ તમામ મામલાઓમાં ભારત પાકિસ્તાનથી સંપર્કમાં છે. એક જાણકારી મુજબ, હાલના સમયમાં 209 ભારતીય માછીમારો અને 52 સામાન્ય નાગરિક પાકિસ્તાનમાં કેદ છે.
Loading...

કાશ્મીર પર ભારતના નિર્ણયથી મુક્તિ પર અસર

5 ઑગસ્ટે ભારતે આર્ટિકલ 370 (Article 370)ની જોગવાઈઓ ખતમ કરી દીધી હતી. પાકિસ્તાને ઉશ્કેરાઈને 5 ભારતીય નાગરિકો અને અનેક ભારતીય માછીમારોની મુક્તિ પર રોક લગાવી દીધી. જોકે, આ તમામની નાગરિકતાની પુષ્ટિ અને સજા પૂરી થઈ ચૂકી હતી. 5 ઑગસ્ટે જ બે ભારતીયોની મુક્તિ નક્કી હતી, પરંતુ કાશ્મીર પર ચુકાદા બાદ તેમને અટારીથી પરત મોકલી દીધા હતા. તેમની મુક્તિ પર રોક લગાવી દીધી હતી.

આ પણ વાંચો,

હવે આગ્રાનું નામ બદલવાની તૈયારીમાં યોગી સરકાર! આ હોઈ શકે છે નવી ઓળખ
રૂપાણીના 191 કરોડ વિમાન પર કેજરીવાલે કહ્યું, આ કરતા તો બહેનોને મફત...
First published: November 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com