જમ્મુઃ જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)માં સુરક્ષા દળો (Security Forces) દ્વારા ઠાર મારવામાં આવેલા 203 આતંકવાદીઓમાંથી 166 સ્થાનિક આતંકવાદી સામેલ હતા. ઓફિશિયલ સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ દરમિયાન 43 નાગરિકોના પણ મોત થયા જ્યારે 92 અન્ય ઘાયલ થયા. તેઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ આ વર્ષે 49 આતંકવાદીઓની (Terrorists) ધરપકડ કરી છે, જ્યારે 9 આતંકવાદીઓએ આત્મસમર્પણ પણ સુનિશ્ચિત કર્યું.
37 પાકિસ્તાની કે પછી વિદેશી મૂળના આતંકવાદી
અધિકારીઓએ. જણાવ્યું કે આ સંયુક્ત સુરક્ષા ગ્રિડમાં૦ કામ કરી રહેલી આર્મી, પોલીસ અને કેરિપુબના સમન્વિત પ્રયાસોનું પરિણામ છે. તેઓએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે 203 આતંકવાદીઓ માર્યા ગયા અને તેમાંથી 166 સ્થાનિક હતા અને 37 પાકિસ્તાની કે પછી વિદેશી મૂળના હતા.
અધિકારીઓએ કહ્યું કે, 2020માં આતંકવાદ સંબંધી 96 ઘટનાઓ બની. તેઓએ જણાવ્યું કે આ ઘટનાઓમાં 43 નાગરિકોએ પણ જીવ ગુમાઝયો જ્યારે 92 અન્ય ઘાયલ થયા. તેઓએ જણાવ્યું કે હતાહત નાગરિકોની સંખ્યા 2019ની તુલનામાં ઓછી છે. ગયા વર્ષે 47 નાગરિકોનાં મોત થયા હતા અને 185 અન્ય ઘાયલ થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે 2020 દરમિયાન 14 આઇઆઇડી જપ્ત કરવામાં આવી જ્યારે 2019માં 36 આઇઆઇડી જપ્ત કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં 2019માં સુરક્ષા દળોએ 120 સ્થાનિક અને 32 પાકિસ્તાની મૂળના સહિત કુલ 152 આતંકવાદીઓને ઢાળી દીધા હતા જ્યારે 2018માં સુરક્ષા દળોના હાથે 215 આતંકવાદી ઠાર મરાયા હતા.
રિપોર્ટ મુજબ, 2018માં જમ્મુ-કાશ્મીરમાં 614 આતંકી ઘટનાઓમાં કુલ 257 આતંકવાદી, 91 સુરક્ષાકર્મી અને 39 નાગરિક માર્યા ગયા હતા. સૂત્રો મુજબ દક્ષિણ કાશ્મીરમાં સૌથી વધુ એન્કાઉન્ટર થયા જ્યાં સૌથી વધુ આતંકવાદી માર્યા ગયા. શોપિયાં, કુલગામ અને પુલવામા જેવા ક્ષેત્રોમાં આતંકી સમૂહો દ્વારા સ્થાનિક યુવકોની ભરતીના કેસ સામે આવ્યા અને અહીં જ સૌથી વધુ એન્કાઉન્ટર પણ થયા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર