Home /News /national-international /

આંધ્ર પ્રદેશમાં Big Accident, નાળામાં બસ ખાબકતા નવ લોકોના મોત, 22 લોકો ઘાયલ

આંધ્ર પ્રદેશમાં Big Accident, નાળામાં બસ ખાબકતા નવ લોકોના મોત, 22 લોકો ઘાયલ

અકસ્માતગ્રસ્ત બસની તસવીર

Andhra Pradesh Accident news: ગોદાવરી જિલ્લામાં જંગારેડ્ડીગુડેમમાં (Bus Accident in Andhra Pradesh)એક બસ બેકાબૂ થઈને નાળામાં પડી હતી. જેમાં નવ લોકોના દર્દનાક મોત નીપજ્યા હતા.

    અમરાવતીઃ આંધ્ર પ્રદેશમાં (Andhra Pradesh news) એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં ગોદાવરી જિલ્લામાં જંગારેડ્ડીગુડેમમાં (Bus Accident in Andhra Pradesh)એક બસ બેકાબૂ થઈને નાળામાં પડી હતી. જેમાં નવ લોકોના દર્દનાક મોત નીપજ્યા હતા. જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતમાં ઘાયલ મુસાફરોને જંગારેડ્ડીગુડેમની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત યાત્રીઓને એલુરુ જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં (hospital)ખસેડવામાં આવ્યા હતા. આરટીસી અને રાજસ્વ અધિકારીઓએ જણાવ્યું કે બસ અને અન્ય યાત્રીઓ બચી ગયા છે. જેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે. જોકે, બસમાં 45 યાત્રીઓ સવાર હતા જેમાં બે ચાલક દળના સભ્યો પણ હતા.

    મળતી માહિતી પ્રમાણે પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ દેવ શર્માએ એલુરુને જણાવ્યું કે બસ પડોશી તેલંગાણાના અસ્વરાપેટથી જંગરેદ્દીગુડેમ જઈ રહી હતી. જલેરુ નદી પરના પુલ પર વિરુદ્ધ દિશામાંથી આવતી લારીથી બચવા માટે બસના ચાલકે પોતાનો માર્ગ વાળવાનો પ્રયાસ કર્યો હતો.

    પરંતુ તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. શર્માએ જણાવ્યું કે, બસ પુલની રેલિંગ સાથે અથડાયા બાદ નદીમાં પડી હતી. અમે પાંચ મહિલા મુસાફરો અને ડ્રાઈવર અપ્પા રાવ સહિત અત્યાર સુધીમાં નવ મૃતદેહો બહાર કાઢ્યા છે.

    આ પણ વાંચોઃ-Gymમાં 'ઠરકી' પુરુષોને દૂર રાખવા મહિલાએ બનાવ્યો અદભુત Idea, હવે દૂરથી જ કરી દે છે સલામ

    સરકારે વળતરની જાહેરાત કરી
    દરમિયાન રાજ્ય સરકારે દરેક મૃતકના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયાની વળતર આપવાની જાહેરાત કરી છે. વાહનવ્યવહાર મંત્રી પી વેંકટરામૈયા (નૈની)એ કહ્યું કે ઘાયલોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. રાજ્યપાલ બી.બી. હરિચંદન અને મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

    આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ ST બસના મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર વચ્ચે ઝપાઝપીનો video viral

    રાજ્યપાલે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ પણ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને પશ્ચિમ ગોદાવરીના જિલ્લા કલેક્ટર કાર્તિકેય મિશ્રાને ઘાયલ મુસાફરોની સારી સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.

    આ પણ વાંચોઃ-Ahmedabad: નિર્ણયનગરમાં માથાભારે રોહિત ઠાકોર સહિત લુખ્ખાઓનો આતંક, મારામારી, તોડફોડ અને લૂંટ ચલાવી

    તેલુગુ દેશમ પાર્ટીના વડા એન ચંદ્રબાબુ નાયડુ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એસ શૈલજાનાથ અને બીજેપીના રાજ્ય મહાસચિવ એસ વિષ્ણુવર્ધન રેડ્ડીએ પણ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Accident News, Andhra Pradesh, Crime news

    આગામી સમાચાર