Home /News /national-international /ઉત્તર પ્રદેશમાં હવે શુક્રવાર રાત્રે 8 વાગ્યાથી મંગળવાર સવારે 7 વાગ્યા સુધી રહેશે લૉકડાઉન

ઉત્તર પ્રદેશમાં હવે શુક્રવાર રાત્રે 8 વાગ્યાથી મંગળવાર સવારે 7 વાગ્યા સુધી રહેશે લૉકડાઉન

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશમાં વીકેન્ડ લૉકડાઉનના બાદથી કોરોના સંક્રમણની સ્પીડમાં ઘટાડો જોવા મળતાં યોગી સરકારે લીધો આ અગત્યનો નિર્ણય

અનામિકા સિંહ, લખનઉ. વધી રહેલા કોરોના સંક્રમણ (Corona Infection)ની ગંભીરતા જોતાં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની યોગી સરકાર (Yogi Government)એ વધુ એક મોટો નિર્ણય લીધો છે. વીકેન્ડ લૉકડાઉન (Weekend Lockdown)નો વ્યાપ વધુ એક દિવસ વધારી દેવામાં આવ્યો છે. હવે શુક્રવાર રાત્રે 8 વાગ્યાથી મંગળવાર સવારે 7 વાગ્યા સુધી લૉકડાઉન રહેશે. મૂળે, વીકેન્ડ લૉકડાઉન બાદથી કોરોના સંક્રમણની સ્પીડમાં ઘટાડો જોવા મળ્યો છે. જેને ધ્યાનમાં લઈ ત્રણ દિવસનું લૉકડાઉન સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. કારણ વગર બહાર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મૂળે, ઉત્તર પ્રદેશની સરકારે સંપૂર્ણ લૉકડાઉનનો ઇન્કાર કર્યો છે, પરંતુ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને જોતાં હવે તેને ધીમે-ધીમે લંબાવવામાં આવી રહ્યું છે, જેથી સંક્રમણની ચેનને તોડી શકાય અને સામાન્ય જનતામાં પેનિક ન થાય.

આ પણ વાંચો, What an Idea! કોરોના દર્દીઓને ઓક્સિજન આપવા નવો અભિગમ, આ જિલ્લામાં ઓક્સિજન પાર્લરની શરૂઆત

છેલ્લા ચાર દિવસમાં કોરોના કેસોમાં ઘટાડો

ઉલ્લેખનીય છે કે, ચાર દિવસથી ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં 24 કલાકની અંદર 29824 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાની જંગ જીતીને ઘરે જનારા લોકોની સંખ્યા હવે વધી ગઈ છે. 35903 લોકો ડિસ્ચાર્જ થઈને પોતાન ઘરે ગયા છે. આ દરમિયાન 266 દર્દીનાં મોત થયા છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડના 29,824 નવા કેસ સામે આવ્યા છે અને 35,903 લોકો ડિસ્ચાર્જ થયા છે. આ સતત ચોથો દિવસ છે જ્યારે કોરોના સંક્રમણના મામલામાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો, કોરોના સંકટ વચ્ચે રશિયાથી આવી મદદઃ ઓક્સિજન, દવાઓ સહિત બે પ્લેન પહોંચ્યા દિલ્હી
" isDesktop="true" id="1092103" >

આટલા લોકોને વેક્સીન આપવામાં આવી

મંગળવારે ઉત્તર પ્રદેશમાં 1,86,588 સેમ્પલ્સની તપાસ કરવામાં આવી. અત્યાર સુધી રાજ્યમાં કુલ 4,03,28,141 સેમ્પલ્સ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં વેક્સીનનો પહેલો ડોઝ અત્યાર સુધી 99,75,626 લોકોને આપવામાં આવી ચૂક્યો છે. વેક્સીનનો બીજો ડોઝ અત્યાર સુધી 21,13,088 લોકોને આપવામાં આવી ચૂક્યો છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Curfew, Lockdown, Yogi adityanath, ઉત્તર પ્રદેશ