Ram Vilas Paswan Death: કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનું 74 વર્ષે નિધન, પુત્ર ચિરાગે આપી જાણકારી

ફાઈલ તસવીર

રામવિલાસ પાસવાન 24 ઓગસ્ટથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ હતા. શરૂઆતમાં તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ તેમની તબિયત લથડી હતી.

 • Share this:
  નવી દિલ્હીઃ કેન્દ્રી મંત્રી (central minister) રામ વિલાસ પાસવાનનું (Ram Vilas Paswan) નિધન થયું છે. દિલ્હીની હોસ્પિટલમાં તેઓ લાંબા સમયથી દાખલ હતા. અને તેમની સારવાર ચાલી રહી હતી.  રામ વિલાસ પાસવાન અમુક બિમારીઓ સામે લડી રહ્યા હતા. રામ વિલાસ પાસવાનના નિધનના સમાચાર તેમના પુત્ર ચિરાગે ટ્વિટ કરીને આપ્યા હતા.

  એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રામ વિલાસ પાસવાનના પુત્ર ચિરાગે ટ્વીટર ઉપર ટ્વિટ કરીને ભાવુ પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'પપ્પા.. હવે તમે આ દુનિયામાં નથી પરંતુ મને ખબજ છે કે તમે જ્યાં પણ હશો હંમેશા મારી સાથે છો. Miss you Papa...'  ચિરાગ પાસવાને ચાર ઓક્ટોબરે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે 'છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં પપ્પાની સારવાર ચાલી રહી છે. કાલે સાંજે અચાનક ઉત્પન્ન થયેલી પરિસ્થિતિઓના કારણે મોડી રાત્રે તેમના હાર્ટનું ઓપરેશન કરવું પડ્યું હતું. જરૂર લાગશે તો શક્ય છે કે આગામી કેટલાક સપ્તાહમાં વધુ એક ઓપરેશન કરવું પડશે. સંકટની આ ઘડીમાં મારા અને મારા પરિવાર સાથે ઊભા રહેવા માટે તમારો આભાર'

  આ પણ વાંચોઃ-બિલાડીની બબાલ! દોઢ વર્ષ પહેલા ગુમ થયેલી વિદેશી બિલાડી માટે રેલવે પોલીસ થઈ દોડતી, વલસાડનો રસપ્રદ કિસ્સો

  મૌસમ વિજ્ઞાની કહેવાતા રામ વિલાસ પાસવાન 1969માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પાસવાન મોદી કેબિનેટમાં ઉપભોક્તા મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી હતી.

  5 જુલાઈ 1946ના દિવસે બિહારના ખગડિયામાં જન્મેલા રામવિલાસ પાસવાન કોસી કોલેજ અને પટના યુનિવર્સિટીથી પોતાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ 1969માં બિહારના ડીએસપી તરીકે પસંદ પામ્યા હતા. 1969માં પહેલીવાર સંયુક્ત સોશલિસ્ટ પાર્ટીથી ધારાસભ્ય બનનાર પાસવાન રાજ નારાયણ અને જયપ્રકાશ નારાયણને અનુસરણ કરતા હતા.

  આ પણ વાંચોઃ-સુરતમાં ખરીદી કરવા આવેલી ઉત્તર પ્રદેશની યુવતીની છેડતી, ચોલી પહેરાવતી વખતે કર્મચારીએ કર્યું ન કરવાનું કામ

  પાસવાન 1974માં પહેલીવાર લોકદળના મહાસચિવ બન્યા હતા. તેઓ વ્યક્તિગત રૂપથી રાજ નારાયણ, કપૂરી ઠાકુર અને સત્યેન્દ્ર નારાયણ સિન્હા જેવા કટોકટના પ્રમુખ નેતાઓના નજીકના ગણાતા હતા.

  આ પણ વાંચોઃ-દારુડિયા પુત્રએ ખેલ્યો ખૂની ખેલ: માતા, ભાભી અને ભત્રીજી સહિત પાંચ મહિલાને માર્યા ચપ્પાના ઘા, પછી કાપ્યું પોતાનું ગળું

  પાસવાને બે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની રાજકુમારી દેવી સાથે તેમનો સંબંધ 1969થી 1981 સુધી રહ્યો હતો. 1982માં તેમણે રીના શર્મા સાથે લગ્ન કર્યા હતા. પાસવાનને પરિવારમાં તેમના પત્ની ઉપરાંત બે પુત્રીઓ ઉષા અને આશા પાસવાન અને એક પુત્ર ચિરાગ પાસવાન છે.

  આઠ વખત રહ્યા લોકસભા સાંસદ
  મોસમ વિજ્ઞાની કહેવાતા રામ વિલાસ પાસવાન આઠ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા હતા. અત્યારે તેઓ રાજ્યસભાના સાંસદ હતા. પહેવીલા તેઓ 1977માં હાજીપુર લોકસભા સીટથી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભામાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ 1980, 1989, 1996 અને 1998, 1999, 2004 તેમજ 2014માં લોકસભાના સભ્ય તરીકે દેશની સંસદમાં પહોંચ્યા હતા.

  ઉત્તર પ્રદેશ સરકારમાં પણ રહ્યા હતા કેન્દ્રીય મંત્રી
  વર્ષ 2000માં રામ વિલાસ પાસવાને લોક જનશક્તિ પાર્ટીની રચના કરી હતી. 2004માં તેઓ તાત્કાલીન સત્તારુઢ યુપીએમાં સામેલ હતા. પાસવાનને ત્યારે કેન્દ્રીય રાસાયણીક અને ઉર્વરક મંત્રી અને સ્ટીલ મંત્રી બનાવવામાં આવ્યા હતા. પાસવાને 2004માં ચૂંટણી જીતી પરંતુ 2009માં હારી ગયા હતા. 2010થી 2014 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા બાદ એકવાર ફરીથી 2014માં હાજીપુર સીટથી લોકસબા સાંસદ તરીકે ચૂંટાયા હતા.
  Published by:ankit patel
  First published: