Home /News /national-international /

મોટા સમાચારઃ સુપ્રીમ કોર્ટે NEET અને JEE Main 2020ને આપી મંજૂરી, કહ્યું- બધું રોકી ન શકાય

મોટા સમાચારઃ સુપ્રીમ કોર્ટે NEET અને JEE Main 2020ને આપી મંજૂરી, કહ્યું- બધું રોકી ન શકાય

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, NEET અને JEE Main 2020ની પરીક્ષા તેના નિયત સમયથી જ યોજાશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, NEET અને JEE Main 2020ની પરીક્ષા તેના નિયત સમયથી જ યોજાશે

    નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)એ નીટ (NEET) અને જેઇઇ મેઇન (JEE Main) પરીક્ષાને ટાળનારી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પરીક્ષા તેના નિયત સમયથી જ યોજાશે. કોર્ટે કહ્યું કે, જિંદગી ચાલતી રહેવી જોઈએ, તમામ ચીજો રોકી ન શકાય. નોંધનીય છે કે, આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેમાં કેન્ડિડેટ્સના સ્વાસ્થ્યનો હવાલો આપતાં માંગ કરવામાં આવી હતી કે પરીક્ષાને ટાળી દેવામાં આવે. તેમાં કહેવામાં આવ્યું હતું કે હજુ પરિસ્થિતિ સામાન્ય નથી થઈ, એવામાં પરીક્ષા યોજવાથી સ્ટુડન્ટ્સના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે.

    પરીક્ષા ટાળવામાં ન આવે તેની પણ થઈ હતી અરજી

    જોકે, પરીક્ષાઓને ટાળવામાં ન આવે તે માટે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુજરાત પેરેન્ટસ એસોસિએશન તરફથી કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પહેલાથી જ ઘણું શૈક્ષણિક વર્ષ ખરાબ થઈ ચૂક્યું છે તેથી પરીક્ષા સમયસર લેવામાં આવે. સાથોસાથ એવું પણ કહેવામાં આવ્યું હતું કે પરીક્ષામાં વિલંબથી બાળકોના માનસ પર વિપરીત પ્રભાવ પડશે. 11 રાજ્યોના સ્ટુડન્ટ્સે દેશમાં ઝડપથી વધી રહેલા કોવિડ-19 મહામારીના કેસોની સંખ્યાને ધ્યાને લઈ JEE Main અને NEET યૂજી પરીક્ષઓ સ્થગિત કરવાના અનુરોધની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.


    આ પણ વાંચો, પ્રેમિકાને મળવા ચૂપચાપ તેના ઘરે ગયો હતો યુવક, ગામ લોકોએ પકડીને કરાવી દીધા લગ્ન

    ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે એડમિટ કાર્ડ

    સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે એનટીએ કોઈપણ સમયે એડમિટ કાર્ડ જાહેર કરી શકે છે, કારણ કે સામાન્ય રીતે પરીક્ષાના 15 દિવસ પહેલા એડમિટ કાર્ડ જાહેર કરી દેવામાં આવતા હોય છે. જોકે JEE Mainની પરીક્ષા 1 સપ્ટેમ્બરથી છે એટલે એડમિટ કાર્ડ પણ રિલીઝ કરવામાં આવી શકે છે.

    આ પણ વાંચો, ઉંમર માત્ર 21, એક વર્ષથી પણ ઓછા સમયમાં બે લોકોની હત્યા અને 9 લૂંટ

    આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરૂણ મિશ્રા, ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ કૃષ્ણ મુરારીની બેન્ચે કરી. જોકે, કોવિડ-19ના દોરમાં હવે પરીક્ષાઓ લેવાની શરૂ થઈ ગઈ છે. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં ખંડ શિક્ષા અધિકારી અને બી.એડ. સંયુક્ત પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, Examinations, JEE, Neet, Supreme Court

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन