મોટા સમાચારઃ સ્કૂલ-કૉલેજો ખોલવાને લઈ સરકારે જાહેર કરી ગાઇડલાઇન, જાણો પૂરો પ્લાન

News18 Gujarati
Updated: October 1, 2020, 10:33 AM IST
મોટા સમાચારઃ સ્કૂલ-કૉલેજો ખોલવાને લઈ સરકારે જાહેર કરી ગાઇડલાઇન, જાણો પૂરો પ્લાન
School College Reopening: અનેક મહિનાઓથી સ્કૂલ-કૉલેજો બંધ છે, એવામાં Unlock 5.0માં તેને ખોલવા માટે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે

School College Reopening: અનેક મહિનાઓથી સ્કૂલ-કૉલેજો બંધ છે, એવામાં Unlock 5.0માં તેને ખોલવા માટે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે

  • Share this:
નવી દિલ્હીઃ છેલ્લા અનેક મહિનાઓથી સમગ્ર દેશમાં સ્કૂલ-કૉલેજો બંધ છે. તેને ફરી શરૂ કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓનલાઇન લર્નિંગથી લઈને શારીરિક રીતે સ્ટુડન્ટ્સની ઉપસ્થિતિ સ્કૂલોમાં નોંધાવવા માટે વ્યવસ્થા ઊભી કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs, MHA)એ અનલૉક 5.0 માટે ગાઇડલાઇન્સ (Unlock 5.0 Guidelines) જાહેર કરી દીધી છે. આ રિવાઇઝ્ડ ગાઇડલાઇન્સ (Revised Guidelines of Unlock 5.0) હેઠળ સમગ્ર દેશમાં સ્કૂલોને 15 ઓક્ટોબરથી ગ્રેડેડ રીતે ખોલવામાં આવશે. સ્કૂલ અને કૉલેજોને ખોલવાનો નિર્ણય પરિસ્થિતિનું અનુમાન લગાવ્યા બાદ સ્કૂલ કે કૉલેજના મેનેજમેન્ટ સાથે મંત્રણા કરીને લેવામાં આવશે. ખાસ વાત એ છે કે સ્કૂલોમાં હાજરીને અનિવાર્ય નહીં કરવામાં આવે.

કૉલેજોને પણ ખોલી શકાય છે

બીજી તરફ કૉલેજોને પણ ખોલવા માટે શિક્ષણ વિભાગના ઉચ્ચ શિક્ષણ વિભાગને તેના વિશે નિર્ણય લેવા માટે મંજૂરી આપવામાં આવી છે. ગ્રાઉન્ડ રિયાલિટીની તપાસ કર્યા બાદ કૉલેજોને ખોલવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. કૉલેજ અને સ્કૂલ બંને માટે ઓનલાઇન લર્નિંગ મોડને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ છે ગાઇડલાઇન્સ (Unlock 5.0 Guidelines)

>> પરિસ્થિતિ વિશે તાગ મેળવ્યા બાદ સ્કૂલો અને કોચિંગ સેન્ટરોને ગ્રેડેડ રીતે 15 ઓક્ટોબરથી ખોલવામાં આવી શકાશે.
>> ઓનલાઇન લર્નિંગને પ્રાથમિકતા આપવામાં આવશે.>> બાળકોને શારીરિક રીતે સ્કૂલમાં ઉપસ્થિત રહેવા માટે દબાણ નહીં કરી શકાય. બાળકોને સ્કૂલ બોલાવવા માટે પેરેન્ટ્સની મંજૂરી લેવી જરૂરી હશે.
>> જો સ્કૂલ ઓનલાઇન ક્લાસિક લઈ રહી છે અને કોઈ સ્ટુડન્ટ સ્કૂલ આવવાને બદલે ઓનલાઇન ક્લાસમાં ભણવા માંગે છે તો સ્કૂલ તેને આવું કરવાની મંજૂરી આપશે.
>> રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી SOPને ધ્યાનમાં રાખીને જાતે પોતાની ગાઇડલાઇન્સ તૈયાર કરી શકે છે. પરંતુ તે ગાઇડલાઇન્સનું પાલન કેટલીક કડકાઈથી કરવું પડશે.
>> કન્ટેનમેન્ટ ઝોનમાં સ્કૂલો બંધ રહેશે.

આ પણ વાંચો, દેશમાં COVID-19 સામે લડતાં કુલ 98,678 દર્દીઓએ જીવ ગુમાવ્યો, 24 કલાકમાં 1,181નાં મોત

આ પણ વાંચો, IPL 2020: કોલકાતાએ રાજસ્થાન રોયલ્સને આટલી સરળતાથી કેવી રીતે હરાવી દીધું? જાણો 5 કારણો

ધ્યાન રાખવાની વાત છે કે રાજ્ય (State Governments) સ્કૂલોને ફરી ખોલવા સંબંધી નિર્ણય લેશે. ત્યારબાદ સ્કૂલ મેનેજમેન્ટ (School Management) એ વાતનો નિર્ણય લઈ શકે છે કે સ્કૂલ ખોલવી છે કે નહીં.
Published by: Mrunal Bhojak
First published: October 1, 2020, 10:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading