જાપાન (Japan)ની રાજધાની ટોક્યોમાં બુધવારે ભૂકંપ (Tokyo earthquake)ના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આજે રાત્રે લગભગ 8.06 વાગ્યે જાપાનના ટોક્યોથી 297 કિમી ઉત્તરપૂર્વમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આટલી વધુ તીવ્રતાના ભૂકંપ બાદ ઉત્તર-પૂર્વ કિનારાના કેટલાક ભાગો માટે સુનામીની એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. જાપાન ઉપરાંત ભારતના લદ્દાખમાં પણ લગભગ 5.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર જાપાનના ફુકુશિમા ક્ષેત્રના દરિયાકાંઠાથી 60 કિલોમીટરની ઊંડાઈએ હતું અને સ્થાનિક સમય અનુસાર રાત્રે 11:36 કલાકે. તેના તરત જ બાદ પૂર્વેતરના તટના કેટલાક ભાગોમાં એક મીટરની સુનામીની લહેરોની ચેતવણી જારી કરવામાં આવી હતી.
આ ભૂકંપમાં અત્યાર સુધી કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી. જો કે લગભગ 20 લાખ ઘરોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે જેમાંથી 7 લાખ ફક્ત ટોક્યોમાં છે. ટોક્યોમાં વીજળી સપ્લાયર ટેપકોએ આ માહિતી આપી છે.
Tepcoએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તે ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટની કામગીરીની તપાસ કરી રહી છે, જે 11 વર્ષ પહેલા 9.0ની તીવ્રતાના ભૂકંપ અને સુનામી બાદ મેલ્ટડાઉન થઇ ગયો હતો.
ભૂકંપના સંદર્ભમાં જાપાન ખૂબ જ સક્રિય માનવામાં આવે છે. 11 માર્ચ 2011 નો ભૂકંપ ખૂબ જ ઘાતક હતો જેમાં 18,500 થી વધુ લોકો ગુમ થયા હતા અથવા મૃત્યુ પામ્યા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર