Home /News /national-international /Meghalaya: મેઘાલયમાં કોંગ્રેસને મોટો ફટકો, તમામ 5 ધારાસભ્યો પાર્ટી છોડી MDAમાં જોડાયા

Meghalaya: મેઘાલયમાં કોંગ્રેસને મોટો ફટકો, તમામ 5 ધારાસભ્યો પાર્ટી છોડી MDAમાં જોડાયા

મેઘાલયના તમામ 5 કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે.

મેઘાલય (Meghalaya News)માં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ (Congress)ને ખુબ જ મોટો ઝટકો મળ્યો છે. મેઘાલયના તમામ પાંચ કોંગ્રેસી ધારાસભ્યોએ મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (Meghalaya Democratic Alliance)માં જોડાવાનો નિર્ણય કર્યો છે.

મેઘાલય (Meghalaya News)માં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ (Congress)ને ખુબ જ મોટો ઝટકો મળ્યો છે. મેઘાલયના તમામ પાંચ કોંગ્રેસી ધારાસભ્યોએ મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (Meghalaya Democratic Alliance)માં જોડાવાનો નિર્ણય કર્યો છે. તમામ ધારાસભ્યોએ એક નિવેદન જાહેર કરીને આ અંગે જાણકારી આપી છે. જણાવી દઈએ કે રાજ્યમાં MDAની ગઠબંધનની સરકાર છે. કોંગ્રેસ છોડીને MDAમાં જોડનાર આ પાંચ નેતાઓમાં અમ્પારિન લિંગદોહ, માયરલબોર્ન સિએમ, મોહેંડ્રો રાપસાંગ, કિમ્ફા મારબાનિયાંગ અને પીટી સોકમી સામેલ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પાંચ ધારાસભ્યોની મંગળવારે બેઠક થઈ હતી. આ બેઠક બાદ તેમણે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાને હસ્તાક્ષરિત પત્ર સોંપ્યો હતો. એમડીએમાં જોડાયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય એમ્પારિન લિંગદોહે કહ્યું કે અમારી સાથે છેતરપિંડી થઈ છે જેના કારણે અમે આ પગલું ભર્યું છે. અમે આ પાંચ ધારાસભ્યોને બચાવી રહ્યા છીએ. કારણ કે જો આપણે આમ નહીં કરીએ તો મુશ્કેલીમાં મુકાઈ જઈશું. લોકોએ અમને જીત અપાવી છે. લિંગડોહે કહ્યું કે અમારી સાથે છેતરપિંડી થઈ છે અને કોઈએ કોઈ કાર્યવાહી કરી નથી. એટલા માટે અમે અમારા વ્યક્તિગત મતવિસ્તારના લોકોના હિત માટે આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો- SP Manifesto: 5 વર્ષમાં એક કરોડ નોકરી, ખેડૂતોને ફ્રી વીજળી, જાણો અખિલેશ યાદવ શું મફતમાં આપશે?

આગામી વર્ષની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો

મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ એ રાજકીય પક્ષોનું ગઠબંધન છે જેણે 2003ની વિધાનસભા ચૂંટણી પછી મેઘાલય રાજ્યમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ તેનું નેતૃત્વ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- Jagannath Yatra: ફિલ્મ 'પુષ્પા'ની કહાની છોડો, ભગવાન જગન્નાથના રથને પણ જંગલમાંથી લાકડું ન મળ્યું

આવતા વર્ષે મેઘાલયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આને મોટો આંચકો માનવામાં આવે છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 21 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જોકે કોંગ્રેસ ત્યારે તેની સરકાર બનાવી શકી ન હતી. NPP જે ભાજપના નેતૃત્વ હેઠળના નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સના સાથી છે તેણે MDAની રચના કરી અને કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી હતી.
First published:

Tags: Assembly Election, Congress MLA, Meghalaya

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો