Home /News /national-international /NCB અને નેવીની મોટી કાર્યવાહી, પાકિસ્તાનથી આવતું 2000 કરોડનું ડ્રગ્સ જપ્ત

NCB અને નેવીની મોટી કાર્યવાહી, પાકિસ્તાનથી આવતું 2000 કરોડનું ડ્રગ્સ જપ્ત

જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 529 કિલોગ્રામ હાશિશ હતી. (ફોટો - ANI)

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને નેવીએ એક મોટું ઓપરેશન હાથ ધરીને સંયુક્ત ઓપરેશનમાં 763 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયા (drugs seized)આંકવામાં આવી છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને નેવીએ એક મોટું ઓપરેશન હાથ ધરીને સંયુક્ત ઓપરેશનમાં 763 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયા (drugs seized)આંકવામાં આવી છે. એક જાણકારી અનુસાર જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 529 કિલોગ્રામ હશીશ (ચરસ) અને 234 કિલો ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઈનનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ પાકિસ્તાન થઈને આવી રહ્યું હતું.

શનિવારે માહિતી આપતાં NCBએ કહ્યું કે આ પહેલું આ પ્રકારનું ઓપરેશન હતું જેમાં દરિયામાં ડ્રગ્સની દાણચોરીના ઈનપુટ મળ્યા હતા, ત્યારબાદ નેવીના ઈન્ટેલિજન્સ યુનિટ સાથે જોઈન્ટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળના સહયોગથી ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (DDG) સંજય કુમાર સિંહના નેતૃત્વમાં NCB દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- 28 બેંકો સાથે રૂપિયા 22,842 કરોડની ઠગાઈની ફરિયાદ, ABG શિપયાર્ડ સામે CBIમાં FIR

NCB સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીને બાતમી મળી હતી કે બે મોટી બોટ ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહી છે, જે અરબ સમુદ્રમાંથી ગુજરાત અથવા મુંબઈ તરફ જઈ રહ્યું છે. અને નૌકાદળના કર્મચારીઓએ માદક દ્રવ્યોનું વહન કરતા જહાજોને અટકાવ્યા હતા.



NCBએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલ ડ્રગ્સની અંદાજિત કિંમત 2,000 કરોડ રૂપિયા છે. જેમા કહેવામાં આવ્યું છે કે, "વર્તમાન જપ્તીએ આપણા પાડોશી દેશમાં સ્થિત ડ્રગ સિન્ડિકેટ અને ભારત અને અન્ય દેશોમાં ડ્રગ્સ ફેલાવવા માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતી ગેંગને મોટો ઝટકો આપ્યો છે."

આ પણ વાંચો- આસામના CM હિમંતા બિસ્વાએ રાહુલ ગાંધીને 'આધુનિક જિન્ના' ગણાવતા કહ્યું- તેમનું ભૂત ઘૂસી ગયું છે

જણાવી દઈએ કે દાણચોરીને રોકવા માટે NCB અને ભારતીય નૌકાદળ છેલ્લા ઘણા દિવસોથી સમુદ્ર પર ચાંપતી નજર રાખી રહ્યા છે. નૌકાદળના જહાજે ભારતના દરિયાકાંઠે બે બોટ જોઇ ત્યારબાદ લગભગ 200 તોફાની માઈલ સુધી પીછો કર્યો હતો અને ત્યારબાદ દાણચોરો કથિત રીતે બોટ છોડીને ભાગી ગયા હતા.

NCBના જણાવ્યા અનુસાર જ્યારે બોટની તપાસ કરવામાં આવી ત્યારે બોટમાંથી 525 કિલોગ્રામ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની હાશિશ અને 234 કિલોગ્રામ સારી ગુણવત્તાયુક્ત ક્રિસ્ટલ મેથામ્ફેટામાઈન મળી આવી હતી, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 2,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
First published:

Tags: Drugs Case, Drugs racket, Drugs Seized

विज्ञापन