Home /News /national-international /EDની મોટી કાર્યવાહી, સંજય રાઉતની પત્ની અને સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપત્તિ જપ્ત કરી

EDની મોટી કાર્યવાહી, સંજય રાઉતની પત્ની અને સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપત્તિ જપ્ત કરી

સંજય રાઉત અને સત્યેન્દ્ર જૈન (ફાઇલ ફોટો)

ED attaches Shiva Sena MP Sanjay Raut's property : સમાચાર એજન્સી 'PTI' અનુસાર મુંબઈના અલીબાગ સ્થિત સંજય રાઉતના 8 પ્લોટ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે દાદર ઉપનગરમાં આવેલ એક ફ્લેટને પણ એટેચ કરવામાં આવ્યો છે. આ મિલકતો સંજય રાઉત અને તેમના પરિવારના સભ્યોના નામે છે.

વધુ જુઓ ...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિવસેના સાંસદ સંજય રાઉત (Shiva Sena MP Sanjay Raut)ની કેટલીક કિંમતી મિલકતો જપ્ત કરી છે. મુંબઈમાં એક ચાલના વિકાસ યોજનામાં આશરે રૂ. 1,034 કરોડના કૌભાંડની તપાસના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના કેસમાં પણ EDએ ભ્રષ્ટાચારના આરોપોની તપાસના ભાગરૂપે જૈનના સહયોગીઓની રૂ. 4.81 કરોડની ચલ-અચલ મિલકતો જપ્ત કરી છે. આ સંબંધમાં સત્યેન્દ્ર જૈન અને તેના સહયોગીઓ વિરુદ્ધ વર્ષ 2017માં કેસ નોંધવામાં આવ્યો હતો.

સમાચાર એજન્સી 'પીટીઆઈ' અનુસાર, સંજય રાઉતના મુંબઈમાં અલીબાગના 8 પ્લોટ એટેચ કરવામાં આવ્યા છે. આ સાથે દાદર ઉપનગરમાં આવેલ એક ફ્લેટને પણ એટેચ કરવામાં આવ્યો છે. આ મિલકતો સંજય રાઉત અને તેમના પરિવારના સભ્યોના નામે છે. EDએ આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરી છે. આ કાર્યવાહી બાદ સંજય રાઉતે (Sanjay Raut) ટ્વીટ કર્યું. તેમાં લખ્યું હતું, 'અસત્યમેવ જયતે.'

આ પણ વાંચો- Raj Thakrey ને ફટકો! 'મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ થાય' ના નિવેદન બાદ MNSના ઘણા મુસ્લિમ પદાધિકારીઓએ પાર્ટી છોડી

આ પહેલા EDએ આ જ કેસમાં ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રના બિઝનેસમેન પ્રવિણ રાઉતની ધરપકડ કરી હતી. તેની સામે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. સંજય રાઉત વિરુદ્ધ પીએમસી બેંક ફ્રોડ કેસની પણ ED તપાસ કરી રહી છે. આ સંબંધમાં સંજય રાઉતની પત્ની વર્ષાની પૂછપરછ કરવામાં આવી છે. વર્ષા રાઉતને પ્રવીણની પત્ની માધુરી સાથે પણ ગાઢ સંબંધ છે.
First published:

Tags: Maharashtra News, Mumbai News, Sanjay raut, Shiv sena

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો