સિરમૌર, હિમાચલ પ્રદેશ : હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) સિરમૌર જિલ્લામાં સોમવારે મોટી દુર્ઘટના સામે આવી છે. શિલાઇ ઉપખંડમાં ટિમ્બી બકરાસ માર્ગ પર એક જીપમાં ખીણમાં ખાબકતા 9 લોકોના મોત થયા છે. બતાવવામાં આલી રહ્યું છે કે આ જીપ જાનૈયાઓથી ભરેલી હતી અને બકરાસ જઇ રહી હતી. આ અકસ્માતની સૂચના મળતા ગામના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે અકસ્માત એટલો ભીષણ હતો કે મોટાભાગના લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
જાણકારી પ્રમાણે જાનૈયાઓને લઇને એક જીપ ચડેઉથી બકરાસ તરફ જઈ રહી હતી. વધારે ઝડપ હોવાના કારણે પશોગ નામના એક સ્થળે જીપ ચાલકે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને જીપ ખીણમાં ખાબકી હતી. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશોને બહાર કાઢી હતી. આ પછી લાશોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલાવી છે.
પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે હાલ મૃતકોની ઓળખ થઇ શકી નથી. પોલીસે જણાવ્યું કે જીપમાં મોટાભાગના યુવા સવાર હતા. પ્રારંભિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે ઝડપના કારણે જીપ ચાલકે નિયંત્રણ ગુમાવી દીધું જેના કારણે આ દુર્ઘટના બની છે.
પાંવટા સાહિબના ડીએસપી વીર બહાદુરના મતે 9 લોકોના મોત થયા છે. જોકે જીપમાં કેટલા લોકો સવાર હતા તેની સ્પષ્ટ સ્થિતિ સામે આવી નથી. જેથી ઇજાગ્રસ્ત વિશે કોઇ જાણકારી નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર