Uttarakhand road accident: આ માર્ગ અકસ્માત અંગે એસડીઆરએફના પ્રવક્તાએ કહ્યું, 'ચમોલીના પલ્લા જાખોલ ગામમાં દુમકા રોડથી એક વાહન 500-700 ઊંડી ખીણમાં પડી ગઇ, જેમાં 12-13 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
ઉત્તરાખંડના ચમોલીમાં માર્ગ અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શુક્રવારે અહીં એક વાહન લગભગ 700 મીટર ઊંડી ખીણમાં પડી ગયું હતું. વાહનમાં એક ડઝનથી વધુ લોકો સવાર હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ પોલીસ અને એસડીઆરએફની ટીમે ઘટનાસ્થળે જઈને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં લગભગ 10 લોકોના મોતની માહિતી મળી રહી છે. મૃતકોમાં બે મહિલાઓ પણ સામેલ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લગભગ એક ડઝન લોકો બોલેરો મેક્સમાં જઈ રહ્યા હતા. અકસ્માત બાદ અફરાતફરી મચી ગઈ હતી. ઘણા લોકો મદદ માટે પહોંચ્યા હતા. માહિતી મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એસડીઆરએફને પણ જાણ કરવામાં આવી હતી જેમની ટીમ રાહત કામગીરીમાં વ્યસ્ત છે. જેમાં બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતનો ભોગ બનનાર બુલેરો મેક્સ ગાડીનો નંબર UK 076453 છે.
આ માર્ગ અકસ્માત અંગે એસડીઆરએફના પ્રવક્તાએ કહ્યું, 'ચમોલીના પલ્લા જાખોલ ગામમાં દુમકા રોડથી એક વાહન 500-700 ઊંડી ખીણમાં પડી ગઇ, જેમાં 12-13 લોકો મુસાફરી કરી રહ્યા હતા. હાલમાં આ અકસ્માત અંગે રાહત કામગીરી ચાલી રહી છે. પોસ્ટ પાંડુકેશ્વરથી SDRFની બીજી ટીમ મોકલવામાં આવી છે.
મુખ્યમંત્રીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો
ઉત્તરાખંડના સીએમએ ચમોલીની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, 'દુર્ભાગ્યપૂર્ણ સમાચાર મળ્યા છે કે ચમોલી જિલ્લાના જોશીમઠ તહસીલ હેઠળના ઉરગામ પલ્લા જાખોલા રોડ પર એક ગાડી ઊંડી ખીણમાં પડી ગઇ અને ક્રેશ થઇ ગઇ. જિલ્લા મેજિસ્ટ્રેટ, સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ઝડપથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમામ મુસાફરો સુરક્ષિત રહે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર