Big Accident: લગ્નમાં જતા સમયે કાળ ભરખી ગયો, અકસ્માતમાં એક જ પરિવારના 6ના મોત
ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં મોટો રોડ અકસ્માત - 6ના મોત
Big Accident: ઉત્તરપ્રદેશ બલરામપુર (Balrampur) જિલ્લાના લક્ષ્મણપુર ગામ (Lakshamanpur Village) ના રહેવાસી બોલેરોમાં સવાર તમામ નવ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા તે સમયે જ ટ્રેક્ટરની ટ્રોલી સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી, અકસ્માત એટલો ભયાનક હતો કે, બોલેરાના ફૂરચા ઉડી ગયા, અને 6ના સ્થળ પર જ મોત નિપજ્યા
Big Accident: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના બલરામપુર (Balrampur) જિલ્લામાં મહિન્દ્રા બોલેરો અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે જબરદસ્ત અકસ્માત (Road Accident) સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત થયા છે. આ તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો, આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની હાલત ગંભીર છે. બોલેરો અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કારના તો ફુરચા ઉડી ગયા હતા. મળતી માહિતી મુજબ, આ ભયાનક અકસ્માત બલરામપુરના તુલસીપુર પોલીસ સ્ટેશન (Tulshipur Police Station) વિસ્તારના ગંવરિયા ગામ પાસે થયો હતો.
બોલેરોમાં સવાર તમામ નવ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન બલરામપુરના તુલસીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગનવરિયા ગામ પાસે ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર તમામ મૃતકો મહારાજગંજ તેરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મણપુર ગામ (Lakshamanpur Village) ના રહેવાસી છે. બોલેરો અને ટ્રેક્ટર-ટ્રોલીની ભયાનક અથડામણની જાણ સૌ પ્રથમ સ્થાનિક લોકોને થઈ હતી. જો કે તે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યાં સુધીમાં છ લોકોના મોત થઈ ચૂક્યા હતા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી પોલીસ અધિક્ષક રાજેશ કુમાર સક્સેના સહિત તુલસીપુર, પચપેડવા અને જારાવા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ અધિક્ષક રાજેશ કુમાર સક્સેના સહિત ત્રણ પોલીસ સ્ટેશનના કર્મીઓ ત્રણેય ઘાયલોને તુલસીપુર કોમ્યુનિટી સેન્ટરમાં લઈ ગયા, પરંતુ તેમની ગંભીર સ્થિતિને જોતા તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તો, પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહોનો કબજો મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર