Home /News /national-international /સાયકલનું બિલ વાયરલ, માત્ર 18 રૂપિયામાં મળતી હતી સાયકલ, બિલ જોઈ લોકો સ્તબ્ધ

સાયકલનું બિલ વાયરલ, માત્ર 18 રૂપિયામાં મળતી હતી સાયકલ, બિલ જોઈ લોકો સ્તબ્ધ

સાયકલનું બિલ વાયરલ

વર્તમાન સમયમાં બાળકો માટે ખરીદવામાં આવતી સાયકલ પણ 5 થી 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં મળતી નથી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી યુઝરનું ધ્યાન ખેંચી રહી છે.

    આધુનિક સમયમાં યુવાનોમાં બાઇકથી માંડી સ્પોર્ટ્સ બાઇકનો ક્રેઝ જોવા મળે છે. હાલમાં, દરેક બાળકને સ્કૂલે કે ટ્યુશન જવા માટે સાઈકલ મળે છે. જેની સવારી કરવી મોટાભાગના લોકો વધુ પસંદ કરે છે. વર્તમાન સમયમાં બાળકો માટે ખરીદવામાં આવતી સાયકલ પણ 5 થી 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં મળતી નથી.

    આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી યુઝરનું ધ્યાન ખેંચી રહી છે. જેને જોઈને વડીલો પોતાના જૂના દિવસો યાદ આવશે તો યુવાનો સ્તબ્ધ થઈ જશે. હકીકતમાં, લગભગ 90 વર્ષ જૂનું એક બિલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જેમાં એક સાયકલની કિંમત 18 રૂપિયા જણાવવામાં આવી રહી છે.

    આ પણ વાંચોઃ 62 વર્ષીય વ્યક્તિએ લિવ-ઈન પાર્ટનર પર ફેંક્યું એસિડ, 25 વર્ષથી સાથે રહેતા હતાં

    No photo description available.

    60 વર્ષ પહેલા 18 રૂપિયાની સાયકલ


    સંજય ખરેએ આ તસવીર સોશિયલ મીડિયા ફેસબુક પર પોસ્ટ કરી છે. આ શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'વન્સ અપોન અ ટાઇમ 'સાયકલ' મારા દાદાનું સપનું રહ્યું હશે. સાયકલના પૈડાની જેમ, સમયનું પૈડું પણ બદલાઈ ગયું છે!'. આ બિલ કલકત્તાની એક સાયકલ શોપનું છે. જેમાં વર્ષ 1934માં વેચાયેલી સાયકલની કિંમત જોઈને દરેક વ્યક્તિ દંગ રહી ગઈ છે. તસવીરમાં જોઈ શકાય છે કે 90 વર્ષ પહેલા સાઈકલની કિંમત 18 રૂપિયા હતી.


    જૂનું બિલ જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા


    તસવીરમાં પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના માણિકતલામાં એક સાયકલની દુકાનનું નામ 'કુમુદ સાયકલ વર્ક્સ' જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આવ્યા બાદ આ તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેને જોઈને સૌની આંખો પહોળી થઈ ગઈ છે. પોતાના જૂના દિવસોને યાદ કરીને એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, 'જ્યારે હું 1977માં એન્જિનિયરિંગ કોલેજમાં જોડાયો ત્યારે મેં 325 રૂપિયામાં એક સાયકલ ખરીદી હતી.'
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bicycle, Bill, Social Viral

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन