નરેન્દ્ર મોદી લિખિત પુસ્તક Exam warriorsથી હું પ્રભાવિત: ભુતાનનાં વડાપ્રધાન

News18 Gujarati
Updated: August 15, 2019, 6:09 PM IST
નરેન્દ્ર મોદી લિખિત પુસ્તક Exam warriorsથી હું પ્રભાવિત: ભુતાનનાં વડાપ્રધાન
ભુતાનનાં પ્રધાનમંત્રી મોદીનું એક્ઝામ વોરિયર્સ વાંચી રહ્યા છે.

આ પુસ્તકમાં યોગા વિશે લખવામાં આવેલું પ્રકરણ ખરેખર વાંચવા જેવું છે. એક ડૉક્ટર તરીકે હું ભલામણ કરું છું કે, આ પ્રેક્ટિસ આરોગ્ય અને સૌના ભલા માટે છે. સુખી, તંદુરસ્ત અને સદા યુવાન રહેવા માટે યોગ જ એક રસ્તો છે.

  • Share this:
ભુતાનનાં વડાપ્રધાન ડૉ. લોતાય ત્સેરીંગ (Lotay Thering) ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રએ બાળકો માટે લખેલા પુસ્તક એક્ઝામ વોરિયર્સથી ખૂબ પ્રભાવિત થયા અને મોદીની ભૂતાનની મુલાકાત પહેલા આ વિશે ફેસબૂક પોસ્ટ લખી આ પુસ્તકનાં વખાણ કર્યાં અને મોદીનાં નેતૃત્વની પ્રશંસા કરી કરી.

ડો. લોતાય ત્સેરીંગે લેખલી ફેસબૂક પોસ્ટના અંશો અહીં મૂક્યા છે.

“થોડા સમય પહેલા મારા પુસ્તક સંગ્રહમાંથી એક પુસ્તક કાઢ્યું. આ પુસ્તક ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ (exam warriors) હતું. હું જાણું છું કે, ભારતનાં વડાપ્રધાન તેમની અન્ય વિશેષતાઓની સાથે એક પત્રકાર પણ છે. યુવાનો માટે લખાયેલા આ પુસ્તકનાં પાનાં ફેરવ્યાં કે જેમાં પરીક્ષાના ડરને દૂર કરવાની વાત કરાઇ છે અને જીવનને બદલનારી છે.

જેમ નરેન્દ્ર મોદી પોતે એટલા સરળ છે તેવી જ રીતે તેમણે લખેલા આ પુસ્તકનું વિષયવસ્તુ અને તેમાં વર્ણવેલા તેમના પોતાના અનુભવો ખરેખર બાળકોને સમજવા ખૂબ સહેલા છે.

હું ભુતાનનો વડાપ્રધાન બન્યો તે પછી મારે બે વખત દિલ્હી (ભારત)ની મુલાકાતે જવાનું થયું અને મેં અનુભવ્યું કે, નરેન્દ્ર મોદી ખૂબ જ સરળ અને વિનમ્ર વ્યક્તિ છે. અમારા બંને વચ્ચે તરત જ આત્મિયતા બંધાઇ. અમારા વિચારોની આપ-લે કરી. નરેન્દ્ર મોદીને મળ્યો એટલે તરત જ હું પામી ગયો કે, આ માણસનાં ઇરાદાઓ નેક છે અને દેશને આગળ લઇ જવા માટે પરિવર્તન લાવશે.

આ પુસ્તકમાં તેમણે જીવનનાં પાઠ વર્ણવ્યા છે. આ પુસ્તકમાં તેઓ લખે છે, “ વડાપ્રધાન બનવાનું ભૂલી જાવ. હું વર્ગખંડમાં મોનિટર પણ બની નહોતો શક્યો,”.એક એવો વ્યક્તિ જે કરોડો લોકોનું વિશ્વ સમક્ષ પ્રતિનિધિત્વ કરે છે અને તે વ્યક્તિ બાળકોએ પરીક્ષા કેવી રીતે આપવી તેનું માર્ગદર્શન આપવા માટે સમય કાઢે છે. શું આ વાત એક સારા નેતાની નિશાની નથી ? તેઓ મૂલ્યોને મહત્વ આપે છે. બાળકો જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરે છે ત્યારે તેઓ પરીક્ષામાં ગૂણ આપોઆપ મેળવે છે.

મોદી લિખિત પુસ્તક એક્ઝામ વોરિયર્સ


આ ઉપરાંત, આ પુસ્તકમાં યોગા વિશે લખવામાં આવેલું પ્રકરણ ખરેખર વાંચવા જેવું છે. એક ડૉક્ટર તરીકે હું ભલામણ કરું છું કે, આ પ્રેક્ટિસ આરોગ્ય અને સૌના ભલા માટે છે. સુખી, તંદુરસ્ત અને સદા યુવાન રહેવા માટે યોગ જ એક રસ્તો છે. 21 જૂનને આતંરરાષ્ટ્રિય યોગ દિવસ તરીકે જાહેર કરવા માટે હું વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીજીનો આભાર માનું છું.

આ ક્ષણે, હું કહેવા માંગુ છું કે, તેઓ ભુતાનનાં સારા મિત્ર છે. તેઓ બે દિવસમાં અમારા દેશની મુલાકાત લે છે. આ અમારા માટે ગૌરવની વાત છે તેમા કોઇ શંકા નથી. તેમનું સ્વાગત કરતા અમને અંત્યત ગૌરવ થાય છે. એટલા માટે નહીં કે, તેઓ ભારત દેશનાં વડાપ્રધાન છે પણ તેઓ એક મહાન માણસ છે. તેમના માટે તેમના દેશનું ભલું કરવું એજ તેમના જીવનનું તાત્પર્ય છે.

ભારત અને ભુતાન બંને દેશો વચ્ચે નવી મિત્રતાનું પ્રકરણ ખુલશે તેમ હું જોઇ શકું છું પણ આજે હું ભારત દેશને તેના સ્વતંત્રતા દિવસ પર શુભકામના પાઠવું છું. અને ભારતનાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાથર્ના કરીએ છીએ.
First published: August 15, 2019
વધુ વાંચો
अगली ख़बर