નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ (Supreme Court)દ્વારા કિસાન આંદોલનનું (Kisan Andolan) સમાધાન કરવા માટે રચેલી ચાર સભ્યોની કમિટીમાં સામેલ ભૂપિંદર સિંહ માને (અધ્યક્ષ બેકીયૂ) આ સમિતિથી પોતાનું નામ પરત લેવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય કિસાન યૂનિયન દ્વારા જાહેર કરેલ એક પ્રેસ સ્ટેટમેન્ટમાં ભૂપિંદર સિંહ માન તરફથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવેલા ત્રણ કૃષિ કાનૂનો પર કિસાન યૂનિયનો સાથે વાતચીત કરવા માટે મને 4 સભ્યની સમિતિમાં નામિત કરવાને લઈને હું માનનીય સુપ્રીમ કોર્ટનો આભારી છું. એક ખેડૂત અને સ્વંય એક યૂનિયન નેતાના રૂપમાં, કિસાન સંઘો અને સામાન્ય જનતાઓ વચ્ચેની ભાવનાઓ અને આશંકાને જોતા પંજાબ કે ખેડૂતોના હિતો સાથે સમજુતી નહીં કરવા માટે કોઈપણ પદ છોડવા માટે તૈયાર છું. હું પોતે સમિતિથી હટી રહ્યો છું અને હું હંમેશા પોતાના ખેડૂતો અને પંજાબ સાથે ઉભો રહીશ.
આ પણ વાંચો - પતંગ ઉડાડવા માટે લાઇસન્સ લેવું છે જરૂરી, નહીં તો ભરવો પડી શકે છે 10 લાખનો દંડ! શું છે નિયમ
પૂર્વ રાજ્યસભા સાંસદ સરદાર ભૂપિંદર સિંહ માન બીકેયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતિના અધ્યક્ષ છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કિસાન આંદોલનમાં સમાધાન માટે ચાર સભ્યોની એક કમિટી બનાવી છે. આ કમિટીમાં ભૂપિંદર સિંહ માન સિવાય ડો. પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી અને અનિલ ધનવટ છે.
Published by:Ashish Goyal
First published:January 14, 2021, 15:37 pm