ભૂપેશ બઘેલે કહ્યું, ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ ચૂંટણી અભિયાનનો હિસ્સો

News18 Gujarati
Updated: February 23, 2020, 7:43 AM IST
ભૂપેશ બઘેલે કહ્યું, ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ ચૂંટણી અભિયાનનો હિસ્સો
છત્તીસગઢના મુખ્યમંત્રીએ કહ્યું કે, અમેરિકામાં વસતા ભારતીયોને આકર્ષવા ટ્રમ્પ ભારત આવી રહ્યા છે

છત્તીસગઢના મુખ્યમંત્રીએ કહ્યું કે, અમેરિકામાં વસતા ભારતીયોને આકર્ષવા ટ્રમ્પ ભારત આવી રહ્યા છે

  • Share this:
રાયપુર : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ (Bhupesh Baghel)એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના ભારત પ્રવાસ તેમના ચૂંટણી અભિયાનનો હિસ્સો ગણાવ્યો છે. બઘેલે શનિવારે રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર સંવાદદાતાઓને ટ્રમ્પના ભારત પ્રવાસ અને અન્ય વિષયો પર વાતચીત કરી.

બઘેલ 11 ફબ્રુઆરીથી અમેરિકાના પ્રવાસ પર હતા તથા શુક્રવારે દિલ્હી પરત ફર્યા છે. બેંગલુરુમાં એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ બઘેલ શનિવારે સરગુજા જિલ્લાના અંબિકાપુર પહોંચ્યા અને સાંજે રાયપુર પહોંચ્યા. અમેરિકાના પ્રવાસથી પરત ફરેલા બઘેલને જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ અને તેની તૈયારીઓને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે તેમને લાગે છે કે ટ્રમ્પ ચૂંટણી પ્રચાર માટે ભારત આવી રહ્યા છે. તેઓએ કહ્યું કે, અમેરિકામાં ભારતીય મૂળના ઘણા લોકો રહે છે અને જેમની પાસેથી તેઓ વોટની અપેક્ષા રાખી રહ્યા છે. ચૂંટણી સામે છે અને આ વચ્ચે તેમના ભારત પ્રવાસનો મતલબ બીજો શું થાય. આ પહેલા બઘેલે પોતાના અમેરિકા પ્રવાસને સફળ ગણાવ્યો અને કહ્યું કે ટૂંક સમયમાં તેના સકારાત્મક પરિણામ જોવા મળશે.

છત્તીસગઢ આવવા માટે આમંત્રિત કર્યા છે

છત્તીસગઢના મુખ્યમંત્રી બઘેલે કહ્યું કે તેઓએ અમેરિકાના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને છત્તીસગઢ આવવા માટે આમંત્રણ આપ્યું છે. અનાજની ખરીદીમાં કથિત અનિયમિતતા અને ખરીદવા માટે વધુ સમયની માંગને લઈને રાજ્યની વિપક્ષી પાર્ટી બીજેપીના આંદોલનને લઈ બઘેલે કહ્યું કે બીજેપી ખેડૂતો માટે નહીં પરંતુ વચેટિયાઓ માટે આંદોલન કરી રહી છે. તેઓએ કહ્યું કે રાજ્યએ આ વર્ષે અનાજ ખરીદીમાં રેકોર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચો, જાણો એ કાળા સૂટવાળા બૉડી ગાર્ડ્સ વિશે જે 24 કલાક કરે છે ટ્રમ્પની સુરક્ષા
First published: February 23, 2020, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading