Home /News /national-international /મનોજ તિવારી 51 વર્ષની ઉંમરે ત્રીજી વાર બન્યા પિતા, પત્નીએ આપ્યો બાળકીને જન્મ

મનોજ તિવારી 51 વર્ષની ઉંમરે ત્રીજી વાર બન્યા પિતા, પત્નીએ આપ્યો બાળકીને જન્મ

મનોજ તિવારીની પત્નીને બાળકીને જન્મ આપ્યો

ભોજપુરી સ્ટાર સિંગર , એક્ટર અને ભાજપના નેતા મનોજ તિવારીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં છે. તેમણે બીજી પત્ની સુરક્ષિ તિવારીની સાથે એક ફોટો શેર કર્યો છે, જેમાં શેર કરતાની સાથે જાણકારી આપી છે કે, તેમના ઘરે ફરીથી કિલકારી ગુંજી છે.

વધુ જુઓ ...
ભોજપુરી સ્ટાર સિંગર , એક્ટર અને ભાજપના નેતા મનોજ તિવારીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં છે. તેમણે બીજી પત્ની સુરક્ષિ તિવારીની સાથે એક ફોટો શેર કર્યો છે, જેમાં શેર કરતાની સાથે જાણકારી આપી છે કે, તેમના ઘરે ફરીથી કિલકારી ગુંજી છે. તેમની વાઈફે એક ફુલ જેવી પરીને જન્મ આપ્યો છે. ગત મહિને જ એક્ટરે પત્ની સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. ત્યારે ખુલાસો થયો હતો કે, તેઓ ટૂંક સમયમાં પિતા બનવાના છે. લોકો આ ક્ષણનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મનોજ તિવારીની આ પોસ્ટ પર લોકો ખૂબ જ શુભકામનાઓ આપી રહ્યા છે.




મનોજ તિવારીએ પત્ની સુરક્ષિ તિવારી સાથે હોસ્પિટલમાંથી એક ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમાં શેર કરતાની સાથે તેમના ઘરે લક્ષ્મીજીનું આગમ થયું હોવાની ખુશખબર જણાવી હતી. આ પોસ્ટ શેર કરતાની સાથે જ લોકોએ શુભકામનાઓ આપવાનું શરુ કરી દીધું હતું. પોતાની એ લેટેસ્ટ તસ્વીરમાં તેણે દિકરીની તસ્વીર બતાવી નથી. તેમા ફ્કત મનોજ તિવારી અને પત્ની સુરક્ષિ તિવારી જ દેખાય છે.

ત્રીજી વાર પિતા બન્યા મનોજ તિવારી


અહીં ઉલ્લેખનિય છે કે, મનોજ તિવારી ત્રીજી વાર પિતા બન્યા છે. એક્ટરે પહેલી વાર રાની સાથે લગ્ન કર્યા હતા. રાનીથી તેમને એક દીકરી જિયા છે. મનોજ તિવારી અને રાનીના લગ્ન 1999માં થયા હતા. પણ લગ્નના 13 વર્ષ બાદ બંનેના સંબંધોમાં કડવાશ આવી, ત્યાર બાદ મોટી દીકરી જિયાને કહેવા પર કોરોના કાળમાં બીજા લગ્ન સુરક્ષિ તિવારી સાથે કર્યા અને તેમને એક દીકરી થઈ. જેનું નામ સાન્વિકા છે. ત્યારે આવા સમયે સુરક્ષિથી એક્ટરને વધુ એક દીકરીનું સુખ પ્રાપ્ત થયું છે.
First published:

Tags: Manoj Tiwari