યુવતીના પિતાએ કહ્યુંઃ ઘરે આવ અને મરીને બતાવ, યુવકે પોતાની જાતને મારી દીધી ગોળી

આર જે અતુલ લોખંડે

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પોતાની જાતને ગોળી મારવાની સનસનાટી ભરી ઘટના બની છે. જ્યાં રેડિયો જોકી એક યુવકે પહેલા ફેસબુક ઉપર સુસાઇડ નોટ લખી અને પછી યુવતીના ઘરે જઇને પોતાની જાતને જ ગોળી મારી દીધી છે.

  • Share this:
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પોતાની જાતને ગોળી મારવાની સનસનાટી ભરી ઘટના બની છે. જ્યાં રેડિયો જોકી એક યુવકે પહેલા ફેસબુક ઉપર સુસાઇડ નોટ લખી અને પછી યુવતીના ઘરે જઇને પોતાની જાતને જ ગોળી મારી દીધી છે. જોકે, યુવતી ગંભીર રીતે ઘાયલ યુવકને હોસ્પિટલ લઇને પહોંચી હતી. આ યુવકની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, યુવકનો મોટો ભાઇ બીજેપી નેતા છે. યુવા મોર્યાનો વિભાગીય મહામંત્રી પણ છે.

આ ઘટના ભોપાલના છ નંબર વિસ્તારમાં બની છે. જ્યાં અતુલ લોખંડે નામના યુવકે પ્રેમ પ્રકરણના કારણે જાતે જ માથામાં ગોળી મારી હતી. જે સમયે યુવકે ગોળી મારી એ સમયે તે યુવતીના ઘરમાં સાથે જ હતો. યુવકે ગોળી મારતા પહેલા ફેસબુક ઉપર સુસાઇડ નોટ પણ લખી હતી. ગભરાયેલી યુવતીએ યુવકને હોસ્પિટલ લઇ ખસેડ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક છે. ભોપાલના મેયર આલોક શર્મા પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યારે હોસ્પિટલ બહાર પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પ્રેમ પ્રકરણ અનેક વર્ષોથી ચાલતું હતું. યુવક-યુવતીએ એકબીજા સાથે લગ્નના વચનો પણ આપ્યા હતા. જોકે, ફેસબુક ઉપર લખાયેલી સુસાઇડ નોટ પ્રમાણે યુવતીના પિતા એવું ઇચ્છતા ન્હોતા. યુવતાના પિતા સરકારી વિભાગમાં અધિકારી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને યુવકની હાલત નાજુક છે જ્યારે હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં બીજેપી કાર્યકર્તા પણ પહોંચ્યા છે.

યુવકે ફેસબુક પોસ્ટમાં લગાવ્યો પિતા ઉપર આરોપ
અતુલે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ‘****ના પિતાએ કહ્યું કે, સાંજે ઘરે આવ. તેમણે કહ્યું કે જો તું ****ને પ્રેમ કરતો હોય તો મરીને બતાવે. જો તું બચી જઇશ તો બંનેના લગ્ન પાક્કા. પરંતુ મરી ગયો તો સાત જનમ છે. ફરીથી જન્મીને લગ્ન કરે લેજે. હું****ના ઘરે છું. મને અહીંથી લઇ જજો. જો જીવિત રહ્યો તો જાતે જ આવી જઇશ.***** ને વચન આપ્યું હતું. એક વચન તો પુરી ન કરી શક્યો પરંતુ હું તારા વગર રહી નહીં શકું. એટલા માટે જઇ રહ્યો છું’
First published: